અમરેલીમાં નવા માર્ગો બનાવવામાં કલેકટરશ્રીએ આપેલી સુચનાનું પાલિકાએ ખોટુ અર્થઘટન કર્યુ

  • નવા સીસી રોડમાં 50-50 ફુટે બ્લોક સ્પીડબ્રેકરની જેમ નખાયા
  • ભવિષ્યમાં રસ્તો ન તોડવો પડે તેના માટે બ્લોક નાખવા કલેકટરશ્રીએ સુચના આપી હશે પણ કોન્ટ્રાકટર દ્વારા બ્લોકને ચાર ચાર ઇંચ ઉંચા ફીટ કરાયા

અમરેલી,
અમરેલીમાં તાજેતરમાં બનેલા નવા આરસીસી માર્ગો બનાવવામાં કલેકટરશ્રીએ આપેલી સુચનાનું નગરપાલિકાએ ખોટુ અર્થઘટન કર્યુ હોય તેમ નવા બનેલા મુખ્ય માર્ગોના સીસી રોડમાં 50-50 ફુટે બ્લોક સ્પીડબ્રેકરની જેમ નખાયા હોય વાહનચાલકો ત્રાહીમામ પોકારી ગયા છે.અમરેલીમાં રસ્તાની સમસ્યા જુની હોય અને આડેધડ ધણીધોરી વગર વહીવટ ચાલતો હોય જેથી ખુદ કલેકટરશ્રીએ અમરેલીને રસ્તાનો પ્રશ્ર્ન કાયમી ધોરણે હલ થાય તે માટે અને ભવિષ્યમાં રસ્તો ન તોડવો પડે તેના માટે બ્લોક નાખવા સુચના આપી હશે પણ કોન્ટ્રાકટર દ્વારા બ્લોકને ચાર ચાર ઇંચ ઉંચા ફીટ કરાયા છે જેના કારણે દર 50 ફુટે વાહનચાલકોના વાહનો ઉછળે છે અને ઘણી વખત તેમાં પાછળ બેસેલ વડીલો અને મહિલા વર્ગ ગબડી પણ પડે છે જે તે વખતે પાલિકાએ આ રોડને મંજુરી શું જોઇને આપી હશે તેવો સવાલ અમરેલીના નાગરીકો કરી રહયા છે વળી આ બ્લોકના બંફને કારણે ઇંધણનો ભયંકર વપરાશ થઇ રહયો છે જેવી રીતે જેના વિસ્તારમાંથી દારૂ પકડાય તે ફોજદારને સસ્પેન્ડ કરાય છે તેવી જ રીતે આમાં પણ જવાબદારોની સામે પગલા લેવાવા જોઇએ અને આ બંફ દુર થવા જોઇએ જેનાથી અકસ્માત અને ઇંધણ બન્ને બચશે તેવી અમરેલીની જનતાની લાગણી છે.