અમરેલીમાં નવા યાર્ડમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો : જેશીંગપરાના યુવાનનું મોત થયું

  • આઈસર ટ્રકે એકટીવા ચાલક સાથે ધડાકાભેર અથડામણ કરતા યુવાનું મોત

અમરેલી,
અમરેલી સાવરકુંડલા રોડ ઉપર આવેલા નવા માકેયાર્ડ અંદર આજે સાંજના જેશીંગપરામાં રહેતા એકટીવા ચાલક સંજયભાઈ રમેશભાઈ ભાડ ઉ.વ. 33ને આઈસર ટ્રકનં જી.જે0920,6541ના ચાલકે પુર ઝડપે અને બેફીકરાયથી ચલાવી એકટીવા નં.જી.જે14 એ.એન.2729 સાથે અથડાવી સંજયભાઈનું મોત નિપજાવી નાસી ગયાની અશ્વિનભાઈ રમેશભાઈ ભાડે અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.