અમરેલીમાં નવા 30 કેસ : કોરોનાનાં કેસનો આંક 1163

  • 861 દર્દીઓ જીત્યા : 277 દર્દીઓ સારવારમાં
  • 1300 જેટલા સેમ્પલમાંથી 30 પોઝિટિવ નીકળ્યાં : 167 રિપોર્ટ પેન્ડીંગ : અમરેલી શહેર કોરોનાનો એપી સેન્ટર 14 કેસ

અમરેલી,
અમરેલી જિલ્લામાં ગુરૂવારે રેપીડ અને હોસ્પિટલમાંથી થયેલા 1285 કોરોના ટેસ્ટમાંથી 167 રિપોર્ટ પેન્ડીંગ રહયા છે અને 1248 રિપોર્ટ નેગેટીવ આવ્યા છે અને દાખલ થયેલા 4 તથા રેપીડ ટેસ્ટના 26 મળી 30 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.
અમરેલી શહેરમાં સરદારનગરમાં 2, બહારપરામાં 3, રંગપુર રોડ ઉપર, ટાવર રોડ, પાણી દરવાજા રોડ ઉપર 2, જેશીંગપરા, રામનગર, રોકડવાડી મળી શહેરમાં 14 કેસ નોંધાયા છે આ ઉપરાંત સાવરકુંડલામાં શહેરમાં 5 કેસ નોંધાયા છે તથા દામનગર, ખજુરી પીપળીયા, ચલાલા, ડાઢીયાળી, વરસડા, ધારી, રાજુલા, પાણીયા, પીપાવાવ, મોટા દેવળીયા અને નાના મુંજીયાસરમાં કોરોનાના કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત સાવરકુંડલા, અમરેલી બહારપરા, ધારી, વડીયા, દામનગર, અમરેલી હરી રોડના શંકાસ્પદ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા છે.