Main Menu

અમરેલીમાં નાગરિક સમિતિ દ્વારા વિશાળ નાગરિકતા સમર્થન રેલી

અમરેલી,ભારત સરકારે પડોશી દેશોના લઘુમતી સમુદાયના બંધ્ાુઓ માટે નાગરીકતા સંશોધન અધિનીયમ બનાવીને ભારતના આત્માને જ પ્રખરતાથી પ્રગટ કર્યો છે. સ્વામી વિવેકાનંદે શિકાગોના તેમના ઐતિહાસીક ભાષણમાં ભારતની ઓળખ આપતા કહેલુ કે મને ગૌરવ છે કે હું એવા રાષ્ટ્રનો પ્રતિનિધી છુ કે જેમણે જુલમનો ભોગ બનેલા તથા નિરાશ્રીત થયેલા પૃથ્વીના તમામ ધર્મો અને દેશોના લોકોને આશ્રય આપ્યો છે. આજે ભારતે પડોશી દેશોના ત્રાહીત શરણાર્થી અલ્પસંખ્યકો હિંદુ, શીખ, બૌધ્ધ, જૈન અને ઇશાઇ, પારસીને નાગરિકતા આપતો કાયદો બનાવી ભારતીયતાના પુનર્જાગરણનો પરિચય આપ્યો છે. પાડોશી દેશોના લઘુમતી શરણાર્થીઓને નાગરિકતા આપતા કાયદા માટે ભ્રમ ફેલાવીને અને દેશના મુસ્લિમોને ઉશ્કેરીને આ કાયદાનો વિરોધ કરનારા દેશના સંવિધાનની અવમાનના કરી રહયા છે. સંસદના બંને સદનોમાં બહુમતીથી પસાર થયા બાદ રાષ્ટ્રપતીની સહી સાથે નાગરિકતા અંગેનું આ સંશોધન કાયદો બન્યો છે. ત્યારે પડોશી દેશોના ત્રાહીત લઘુમતીઓને નવુ જીવન આપનાર આ કાયદાનો વિરોધ એ માનવતાનો વિરોધ છે. અંગ્રેજોએ ભારતને ગુલામ રાખી સતા સુખ ભોગવવા દેશના હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે અવિશ્ર્વાસ અને પરસ્પર ડરનો માહોલ ઉભો કરેલો. દુનિયા પર પરોક્ષ આધિપત્ય અને ભારતને નિર્બળ બનાવવાની મહેચ્છા ધરાવતી વિદેશી તાકતો આજે પણ દેશના સતા લાલચુ અને સ્વાર્થી તત્વોને હાથા બનાવી ભારતના મુસ્લિમોને ઉશ્કેરી રહી છે. એટલે જ દિલ્હીની જામીયા મિલીયાના કેટલાક તોફાની તત્વોના સમર્થનમાં હાવર્ડ, ઓક્ષ્ફર્ડ અને એમ.આઇ.ટી. જેવી દુનિયાની યુનીવર્સીટીઓએ કાર્યક્રમ કર્યા છે. ભારતના પડોશી દેશોમાં લઘુમતીઓનું શોષણ જગ જાહેર છે. 1950 માં પાકિસ્તાનમાં લઘુમતી હિંદુ 23 ટકા હતા જે આજે માત્ર 3 ટકા બચ્યા છે. બાંગ્લાદેશમાં 1947 માં 30 ટકા હિંદુ હતા જે આજે માત્ર 8.6 ટકા છે. 2012 ના એક રીપોર્ટ અનુસાર પાકિસ્તાનમાં 70 ટકા લઘુમતી મહિલા શોષણનો ભોગ બને છે. એટલા સિંધમાં જ દર મહિને 20 થી 25 છોકરીઓનું અપહરણ કરી તેમનું બળ જબરીથી ધર્માતરણ કરવામાં આવે છે. પાડોશી દેશોની આવી નરકતની જીંદગીથી ભાગીને ભારત આવનારા આ બંધ્ાુઓને અહીં પણ છુપાઇને મજબુરીની જીંદગી ગાળવી પડતી હતી. આવા લાખો બંધ્ાુઓને સન્માન આપનાર નાગરિકતા સંશોધન અધિનિયમનું સંવિધાન બચાવો સાથે નાગરીક સમિતિ અમરેલી તેમનું સમર્થન કરે છે. તેના સમર્થનમાં અમરેલી હીરામોતી ચોકથી રેલી સ્વરૂપે સંઘ, ભાજપ, વિશ્ર્વ હિંદુ પરીષદ સહિતના આગેવાનો સાંસદ નારણભાઇ કાછડીયા, પુર્વ મંત્રી બાવકુભાઇ ઉંધાડ, વી.વી. વઘાસીયા, જીલ્લા ભાજપ પ્રમુખ હીરેનભાઇ હીરપરા, મહામંત્રી કૌશીકભાઇ વેકરીયા, વી.હી.પ.ના હસમુખભાઇ દુધાત, ભરતભાઇ ટાંક, રવુભાઇ ખુમાણ, પ્રકાશભાઇ કારીયા, જીજ્ઞેશગીરી ગોસાઇ, બાવકુભાઇ ઉધાડ, ભરતભાઇ કાનાબાર, ભરતભાઇ ગાજીપરા, ડો. જી.જે. ગજેરા, અશ્ર્વિભાઇ સાવલીયા, તુષારભાઇ જોષી, સંજય રામાણી, ભરત કાનાણી, પીન્ટુભાઇ કુરૂંદલે, વસંતભાઇ મોવલીયા, જીતુભાઇ ડેર, વિગેરેની ઉપસ્થિતી ભાજપ મહીલા મોરચાના રેખાબેન માવદીયા, ભાવનાબેન ગોંડલીયા, અલ્કાબેન ગોંડલીયા, મધ્ાુબેન જોષી સહિત મહિલા મોરચો રેલીમાં જોડાઇ સુત્રોચ્ચાર કરી અધિક કલેકટર એ.બી. પાંડોરને આવેદન પત્ર પાઠવી રજુઆત કરી હતી.« (Previous News)