અમરેલીમાં “નાયક’ શ્રી કૌશીક વેકરીયાની સુચનાનો 24 કલાકમાં અમલ શરૂ થઇ ગયો

અમરેલી,
ગઇ કાલે સાંજે રાજકમલથી ટાવર રોડ વચ્ચે ચાલતા રોડના કામના નિરીક્ષણ માટે ગયેલ અમરેલીના ધારાસભ્ય અને રાજ્યનાં નાયબ મુખ્ય દંડક શ્રી કૌશીક વેકરીયાએ મુલાકાત લઇ ભુગર્ભ ગટરના ઢાંકણે ખાડો હોય તે વ્યવસ્થીત કરવા સુચના આપી કોન્ટ્રાક્ટરને પણ શીખામણ આપ્યા બાદ વેપારીઓ દ્વારા માર્કેટ સામેના પાર્કીગ માટેની રેલીંગના પ્રશ્ર્ને રજુઆત કરાયા બાદ શ્રી કૌશીક વેકરીયાએ સ્થળ ઉપર જ નિર્ણય લઇ બહુમત વેપારીઓ જે સુચન કરે તે પ્રમાણે કામ કરવા પાલિકાને સુચના આપતા આજે સાંજ પહેલા બહુમત વેપારીઓની આવેલી રજુઆત પ્રમાણે બંનેમાંથી એક સાઇડની રેલીંગ હટાવી લેવામાં આવી છે અને હવે શાકમાર્કેટના ખુણેથી રાજકમલ ચોક સુધી શાકમાર્કેટના શોપીંગ સેન્ટરથી છેક રોડ સુધી પહોળો પાકો રોડ બનવાનો પ્રારંભ થશે.આજે શ્રી કૌશીક વેકરીયાએ આ કામગીરી માટે શું કાર્યવાહી થઇ છે તેની તપાસ કરી હતી અને ઝડપથી આ સાવ નાના પણ લોકો માટે મોટા પ્રશ્ર્નો ઉકેલવાના પ્રયાસો શરૂ કર્યા છે જેને કારણે અમરેલીના નગરજનો ખુશ