અમરેલીમાં નિદાન સારવાર કેમ્પ યોજાયો

અમરેલી,
બીમ્સ આસ્થા હોસ્પીટલ અમરેલી અને લાયન્સ કલબ અમરેલી સીટીના સંયુકત ઉપક્રમે તા. 20/08/2023 ના રોજ બીમ્સ આસ્થા હોસ્પિટલ, લીલીયા રોડ, માણેકપરા ખાતે નિ:શુલ્ક સુપર સ્પેશિયાલીટી કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં ન્યુરોલોજીસ્ટ ડો.અશ્વિન લાઠીયા, નેફ્રોલોજીસ્ટ ડો.નિલવ શાહ, ગેસ્ટ્રો સર્જન ડો. વિજયરાગોહિલ,કાર્ડિયોલોજિસ્ટ ડો. વરુણ સિબ્બલ અને રાજેશ સિંઘ, મોં તથા જડબાના સર્જન ડો. હિરેન ડુંગરાણી, સ્પાઇન સર્જન ડો. સુરેશ પરમાર, ઓર્થોપેડિક સર્જન ડો. દિક્ષીત ચૌધરી અને ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડો. તપન ડોડિયાએ તેમની મફત સેવાઓ આપી હતી.કાર્યક્રમની શરૂઆત તમામ ડોકટર્સ એન્ડ લાયન્સ ક્લબ અમરેલી સીટીના લાયન જયેશ ભાઈ પંડ્યા, લાયન બિમલ ભાઈ રામદેવપુત્રા, ડો.અશોક એન.પરમાર (મેડીકલ ડાયરેક્ટર) અને યુનિટ હેડ સુરજ સિંઘ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી, કેમ્પમાં વિવિધ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમ કે મ્સ્ૈં, મ્ઁ, બ્લડ સુગર, ઈભય્, 2ઘ – ઈબર્ર, બોન માસ ડેન્સિટી વિના મૂલ્યે કરવામાં આવી હતી, અને અન્ય તમામ પરીક્ષણો પર 50% ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું,હોસ્પિટલના યુનિટ હેડ સૂરજ સિંહે જણાવ્યું કે આ કેમ્પનો હેતુ અમરેલી જિલ્લાના લોકોને સુપર સ્પેશિયાલિટી સેવાઓ પૂરી પાડવાનો હતો, જેની અમરેલી જિલ્લાને સખત જરૂર છે, તેમણે એમ પણ જણાવ્યું કે ભાવનગરની પ્રખ્યાત બીમ્સ હોસ્પિટલ હવે તમારા શહેર અમરેલી ખાતે ડો. અશોક એન. પરમાર (ફિઝિશિયન), ડો. દીક્ષિત ચૌધરી (ઓર્થો અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન), ડો. તપન ડોડિયા (ક્રિટીકલ કેર અને ૈંભેં), ડો. વરુણ સિબ્બલ અને ડો. રાજેશ સિંઘ (કાર્ડિયોલોજિસ્ટ) છે. તેમની સેવાઓ પ્રદાન કરે છે. આ કેમ્પમાં બીમ્સના ડાયરેક્ટર હિમાંશુભાઈ પટેલ, કેતનભાઈ પરીખ અને માર્કેટીંગ હેડ જીજ્ઞેશ એ ભટ્ટ પણ ઉપસ્થિત રહ્યા.