અમરેલીમાં નિયમિત વિજ પુરવઠો મળી રહે તે માટે સુંદર કામગીરી

  • શહેરની મુખ્ય બજારમાં ટ્રાન્સફોર્મરનું સમારકામ કરાવી વાયર ખેંચાવ્યાં

અમરેલી,
અમરેલી શહેર માં દર ગુરુવારે શહેર ના અલગ અલગ વિસ્તારમાં પીજીવીસીએલ દ્વારા ગ્રાહકો ને સતત વીજપુરવઠો મળી રહે તે માટે સુંદર કામગીરી કરવામાં આવી રહી છે..આવી જ કામગીરી ના ભાગ રૂપે શહેર ના મુખ્ય બજાર એવા ટેલીફોન ઓફિસની સામે આવેલ ટ્રાન્સફોર્મર ના સમારકામ ની કામગીરી કરવામાં આવેલ હતી જમ્પરો બદલવાની તથા ઢીલા વાયર ખેંચવાની કલર કરવાની કામગીરી કરવામાં આવેલ હતી.કામગીરી બાદ ટ્રાન્સફોર્મર નો દેખાવ કઈક જુદો દેખાવ લાગવા લાગેલ…લાયબ્રેરી પાસેના ટ્રાફિક વાળા વિસ્તારમાં પણ વાયર ઉપર પડેલ ઝાડ ને કાપી ને વાયર ખેંચવાની કામગીરી કરતા પીજીવીસીએલ અમરેલી ના નાયબ ઈજનેર કાલાણી તથા કર્મચારીઓ સવાર થી કામગીરી કરતા જોવા મળેલ. બે દિવસ પહેલા જ અમરેલી શહેરના હરિરોડ થી મીર સાહેબની ગલી ટ્રાફીક થી ધમધમતા વિસ્તારમાં વર્ષો જુના વાયરો બદલી ને પીવીસી કેબલ નાખવાની કામગીરી કરવામાં આવેલ..