અમરેલીમાં નિશુલ્ક ઉકાળા-માસ્કનું વિતરણ

  • મહિલાઓની સેવાભાવી સંસ્થા તેજસ્વીની કલબ દ્વારા
  • પરેશભાઈ ધાનાણી,ડો.બી.જે.કાનાબાર,જે.પી.સોજીત્રા સહિતની ખાસ ઉપસ્થિતી

અમરેલી,
બહેનો માટે છેલ્લા અનેક વર્ષોથી અમરેલી જિલ્લામાં કાર્યરત તેજસ્વીની ક્લબ દ્વારા વિવિધ સમાજલક્ષી કાર્યક્રમો આપવામાં આવે છે,તે અન્વયે કોરોના મહામારીને ધ્યાન માં રાખીને પ્રમુખ આશાબેન દવે તથા તેની ટિમ દ્વારા નિ:શુલ્ક ઉકાળા વિતરણ અને માસ્ક વિતરણનું આયોજાય કરવામાં આવ્યું. તા.4 ઓગસ્ટ ને મંગળવારના રોજ નાગનાથ મંદિરના પટાંગણમાં આ કાર્યક્રમનું આયોજન થયું હતું.જેમાં સર્વ શ્રી પરેશભાઈ ધાનાણી, ડો.બી.જે.કાનાબાર, જે.પી.સોજીત્રા, ડો.ચંદ્રશ ખુંટ અને શ્રી રોહિત જીવાણી હાજર રહ્યા હતા. જયારે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બહેનોની ટિમ આશાબેન દવે સાથે નિકિતા મહેતા,બીનાબેન ત્રિવેદી,અવની મેહતા,મલ્લિકા ડોડીયા,ભક્તિ કોટેચા,તૃપ્તિ પટેલ વિગેરે એ જહેમત ઉઠાવી હતી.