અમરેલી,
તાજેતરમાં જ શશાંક મહાજન પાર્ટી પ્લોટમાં સૂરગંગા સંગીત નૃત્ય વિદ્યાલય, અમરેલીનો ભવ્ય પંચમ વાર્ષિક ઉત્સવ અને સંગીત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં છેલ્લા પાંચ વર્ષમાં ગાયન, વાદન ની લેવાયેલ પરીક્ષાઓમાં પાસ થયેલ અંદાજે 250 જેટલા વિદ્યાર્થી ભાઈ-બહેનોને ઉપસ્થિત નગરજનોની બહોળી હાજરી વચ્ચે ડો. પંચાલ, ડો. બી.એન. મહેતા, એડવોકેટ ઉદયનભાઇ ત્રિવેદી, બંસી વાદક સંજીવભાઈ ધારૈયા, અનિલભાઈ ઠાકર, જિલ્લા ભાજપ પુર્વ પ્રમુખ દિનેશભાઇ પોપટ, ભાજપ મહિલા પાંખના અગ્રણી રેખાબેન માવદીયા, પ્રિન્સીપાલ આર.એલ. કાચા તથા મહાનુભાવો દવારા સંગીત વિદ્યાલયના તમામ સંગીત સાધકોને મોમેન્ટો દવારા સ્મૃતિ ચિન્હ અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.છેલ્લા 40 વર્ષથી સંગીતક્ષેત્રે કાર્યરત સંગીતાચાર્ય શાંતિભાઇ જેઠવા અને ઘણા વર્ષોથી કાર્યરત પરેશ જેઠવા, કથક નૃત્યગૃહ રશ્મિબેન જેઠવા એ અનેક વિદ્યાર્થીઓ તૈયાર કરી આજીવીકા માટે તેમજ સંગીત કલાકારો તૈયાર કરી અમરેલીને ભેટ ધરી ગૌરવ અપાવ્યું છે. તેમ જણાવી કાચા સાહેબે તમામને અભિનંદન પાઠવ્યા હતા.કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના, અદભૂત માણવા લાયક વિવિધતા પૂર્ણ થક નૃત્યની રજૂઆત હતી. તો ફાગણ ફોરમ તો આયો સમુહગીત, સમુહ તબલા વાદન, સીનીયર બહેનોનો આજ કૃષ્ણ પધાર્યા, રાસ રજની રમવા તેમજ બાળકોનું અભિનય ગીત ઘોડા ગાડીની પ્રસ્તુતિથી સૌ ઝુમી ઉઠ્યા હતા અને તાલીઓના ગડગડાટથી બાળકોને પ્રોત્સાહિત કર્યાં હતા. રાત્રીના 9:30 થી 12:30 સુધી તમામ એક પછી એક કૃતિ માણવા લાયક રહી હતી. ઉપસ્થિત તમામે લોકોએ કાર્યક્રમને ખુબ જ વખાણી અને સંચાલકો ઉપરાંત હોનહાર ઉદઘોષક કેતનભાઇ મહેતાને અભિનંદન પાઠવ્યા