અમરેલીમાં પતિ વિધવાને લઇને ઘેર આવ્યો અને હોળી સળગી

  • અભયમની ટીમે અનેક પરિવારને ભાંગતા બચાવી મદદરૂપ બન્યા : અનેક કેસોમાં સમાધાન

અમરેલી,
રાજ્યના મહિલા અને બાલ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ અને ય્ફણ ઈસ્ઇૈં દ્વારા સંકલિત રીતે 181 અભયમ મહિલા હેલ્પલાઇન કાર્યરત છે આ હેલ્પલાઈન દ્વારા પીડિત મહિલા કે યુવતી ને ઘરે બેઠા ફોન કોલ દ્વારા કાઉન્સેલિંગ, માહીતી તેમજ ગંભીર સંજોગોમાં ઘરના સ્થળ ઉપર રેસ્ક્યુ વાન થકી ત્વરીત મદદ મળી રહે તે માટે ઇમરજન્સી કમાન્ડ સેન્ટર તથા જિલ્લાઓ ખાતે 47 રેસ્ક્યુ વાન સહીત 24 કલાક 7 દિવસ સેવા સમગ્ર રાજ્ય મા ઉપલબ્ધ કરાઈ છે જ્યારે તાજેતરમાં માં અમરેલી જિલ્લા માં અમરેલી શહેર ખાતે લગ્ન બહાર ના સબંધો થી થતા વિખવાદ ને થાળે પાડી મહિલા સહિત 4 બાળકો ની જિંદગી ને નવું જીવન દાન આપતો કિસ્સો સામે આવ્યો છે.એક મહિલા એ 181 માં ફોન કરી જણાવેલ કે બેન મારો પતિ કોઈ બીજી સ્ત્રી ને ઘરે લાવીયો છે અને કહે છે આ પણ આજ થી અહીજ રહેશે તમે આવી અને સમજાવો ત્યારે 181 ની ટીમ બેન ના બતાવેલ સરનામે પહોંચતા જોવા મળેલ કે બેન ના ઘરે પતિ દ્વારા કોઈ બીજી સ્ત્રી ને લાવવામાં આવેલ છે ત્યારે એ સ્ત્રી અને બેન ના પતિ સાથે વાત કરતા જાણવા મળેલ કે એ સ્ત્રી ના પતિ નું અવસાન થયા બાદ આ પુરૂષ ના સંપર્ક મા આવેલ અને આજે ઘર સુધી આવી ગયેલ ત્યારે બને ને બેસાડી આ પુરુસ ને ઘર સંસાર માં પત્ની હયાત અને નાના મોટા ચાર બાળકો છે તેમનું ભવિષ્ય અને એક શુખી ઘર મા એક ખોટા નિણય થી જો 5 જિંદગી હેરાન થતી હોય તો આવો સબન્ધ યોગ્ય ન કહેવાય અને એ મહિલા કાયદાકીય તમારા બને પર કાર્યવાહી કરી શકે છે ત્યારે 181 ના કાઉન્સેલિંગ દ્વારા બને લોકો ને એમની ભૂલ સમજાણી બીજી સ્ત્રી એમના ઘરે પાછી જવા ત્યાર થઈ અને હવે આ પુરુસને સ્ત્રી એકબીજા સાથે સબંધ નહિ રાખે તેવી બહેન્દ્રી આપી ત્યારે 181 દ્વારા પીડિત મહિલા અને તેના પતિ ને લાંબા ગાળા ના કાઉન્સેલિંગ માટે પોલીસ સ્ટેશન બેઇઝ સ્પોટ્ર સેન્ટર માં આગળ મોકલવામાં આવેલ છે જ્યાં થોડા થોડા સમયે બને ને બોલાવી કાઉન્સેલિંગ કરવામાં આવશે બેન ને જોઈતી મદદ પહોંચાડવામા આવશેઆમ 181 દ્વારા તૂટતા ઘર ને બચાવી મહિલા ને તેનો હક તેનું સ્થાન અને પતિ ની ફરજ નું ભાન કરાવીઉ છે.