અમરેલીમાં પરપ્રાંતીય શખ્સને દેશી તમંચા સાથે ઝડપી લીધો

અમરેલી,
અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ.એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.બી.ટીમ આજ રોજ તા.14/03/2023 નાં રોજ અમરેલી સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન બાતમી હકિકત આધારે અમરેલી, લાઠી રોડ, ફાટક પાસે રહેતા એક પરપ્રાંતીય પરશુ મોહનભાઇ માવી, ઉ.વ.27, રહે.અમરેલી, લાઠી રોડ ફાટક, કંકુ ગોડાઉન પાસે આવેલ ઝુંપડામાં, તા.જિ. અમરેલી, મુળ રહે.બોરકુંડીયા, ધોડા મંડન ફળીયુ, તા. ભાભરા, જિ.અલીરાજપુર (મધ્યપ્રદેશ)ને દેશી હાથબનાવટના તમંચા (અગ્નિશસ્ત્ર) સાથે પકડી પાડેલ છે. આરોપી પાસે એક દેશી હાથબનાવટનો તમંચો (અગ્નિશસ્ત્ર) કિં.રૂ.1,000/- અગ્નિશસ્ત્ર સાથે પકડાયેલ ઇસમ વિરૂધ્ધ આર્મ્સ એક્ટ હેઠળ કાર્યવાહી કરી, આરોપી અને મુદ્દામાલ વધુ તપાસ અર્થે અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.