અમરેલીમાં પશુઓની હેરાફેરી કરતા 3 ટ્રક ઝડપાયા

  • 3 શખ્સોને 29 ભેંસો અને ટ્રક મળી રૂા. 28 લાખના મુદામાલ સાથે ઝડપી પાડયા

અમરેલી, અમરેલીના સાવરકુંડલા બાયપાસ રોડ ઉપર અમરેલી તાલુકા પોલીસ મથકના એ.એસ.આઇ. દાદભાઇ ડવે ધાસ ચારા કે પાણીની સગવડ ન રાખી ક્રુરતા પૂર્વક દોરડા વડે બાંધી ગેરકાદેસર પશુઓની હેરાફેરી કરતા. ટ્રક નં. જી.જે. 08 ડબલ્યુ 3101 ચાલક ઇરફાન ઇકબાલ કાઝી, ટ્રક નં. જી.જે. 14 ડબલ્યુ 1943 ચાલક ઇમ્તીયાઝ સુલેમાન તરકડવાડીયા, ટ્રક નં. જી.જે. 14 એકસ 3313 ના ચાલક અરબાજ ઇલીયાજ ખોરાણીને કુલ 29 ભેંસો રૂા. 4,35,000/- તેમજ 3 ટ્રક મળી કુલ રૂા. 28,35,000/- મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.