અમરેલીમાં પાણીના અભાવે કુંડલા રોડ વોટર વર્કસ શરૂ ન થયું

અમરેલી,અમરેલી શહેરમાં બન્ને નદી વચ્ચે સાકરકુઇ તથા તારવાડી વોટરવર્કસે અડીખમ કુવો અને ઉતરે વડી અને ઠેબી ડેમ આવેલા છે પણ શહેર ની દક્ષીણ દીશામાં પીવાના પાણીનો જ કોઇ સ્ત્રોત નથી જેના કારણે પાણીના અભાવે કુડલા રોડ વોટર વકર્સ નવુ તો બની ગયું પણ શરૂ નથી થયું.
હાલ આ વિસ્તારને તારવાડી અને ભકિતનગર સંપમાંથી અપાતા પાણીમાં બે કીલોમીટર જેટલું અંતર પડી જતુ હોવાને કારણે પુરતુ દબાણ નથી મળતુ જેથી છેવાડાના લોકો હેરાન થાય છે.
અને ઉનાળે આ વિસ્તારના 15 હજાર જેટલા સ્લમ વિસ્તારના નાગરીકો પરેશાન થાય તેવી શકયતા હોય જેથી સાવરકુંડલા રોડે નવું વોટર વર્કસ પણ બની ગયું હોય તેની નજીક જ મહી યોજનાની લાઇન હોય તેમાથી હંગામી જોડાણ મળે તો 15 હજાર લોકોનો પ્રશ્ર્ન હલ થશે તેના માટે અમરેલીન નગરપાલિકાના પ્રમુખશ્રી જયંતિભાઇ રાણવા તથા ચીફ ઓફીસર શ્રી એલજી હુણ દ્વારા પાણી પુરવઠા બોર્ડ ના કાર્ય પાલક ઇજનેરને પત્ર દ્વારા હંગામી જોડાણ આપવા અને તેમા અપાનાર પાણી તારવાડીથી કાપી લઇ અને નિયમ અનુસાર જ પાણી આપે વધારાનું પાણી ન આપે પણ વિતરણમાં મદદરૂપ થાય તેવી રજુઆત કરી છે.