અમરેલીમાં પાણી વિતરણ વ્યવસ્થાની ચકાસણી કરતા પાલિકાના નવનિયુકત પદાધિકારીઓ

અમરેલી, અમરેલીમાં પાલિકામાં સતાના સુત્રો સંભાળતા નવા પદાધિકારીઓએ સર્વ પ્રથમ પાણીની સમસ્યાને હલ કરવા શુ કરી શકાય તેમ છે તેની આજે તપાસ કરી હતી.નવા વરાયેલા પાલિકાના પદાધિકારીઓએ આજે પ્રથમ દિવસે જ અમરેલીમાં પાણી વિતરણ વ્યવસ્થાની ચકાસણીે કરી હતી અને શહેરમાં પાણી વિતરણ નિયમીત અને ઝડપી કરવા શહેરના પોમ્લીપાટ, વરુડી વોટરવર્કસ સહિતના તમામ સ્ત્રોતોની મુલાકાત લીધી હતી.