અમરેલીમાં પાન-બીડીની 750 દુકાનો ઉપર સ્ટીકરો લગાવાયાં

અમરેલી,પાન-બીડી અને બાકી રહેલા વેપાર ધંધા શરૂ કરવા માટે અમરેલીમાં વેપારી મહામંડળે કલેકટરશ્રી આયુષ કુમાર ઓક સાથે બેઠક યોજી માર્ગદર્શન મેળવ્યું હતુ અને આજે અમરેલીમાં પાન-બીડીની 750 દુકાનો ઉપર સ્ટીકરો લગાવાયાં હતા જ્યારે હોટેલ રેસ્ટોરન્ટ,હેર કટીંગ સલુનની 180, ચાની 20 હોટલોમાં પણ સ્ટીકર લગાવાયાં હતા અને વેપારી મંડળના જણાવ્યા અનુસાર આજે પાન-બીડીમાં એકી સંખ્યાની દુકાનો ખોલવામાં આવશે તથા ગામડાઓમાં પણ માત્ર પાર્સલની સગડવતા સાથે સવારે 8 થી સાંજે 4 વાગ્યા સુધી આઇસ્ક્રીમ, ઠંડા પીણાની દુકાનોને વેંચાણ કરવાની છુટ આપવામાં આવી છે.
પાન બીડી એસો.ના હોલસેલર જયુભાઇ ચૌહાણ, ભગુભાઇ બુટાણી તથા રીટેલર એસો.ના રણજીતભાઇ ડેર, હસુભાઇ ડોબરીયા તથા વેપારી મંડળના સંજયભાઇ વણજારા, ચુતરભાઇ પટેલ, ભગીરથભાઇ ત્રિવેદી, ભાવેશભાઇ પડસાલા, મેહુલભાઇ માખેચા, નગરપાલીકાના શોપ ઇન્સપેકટર દિપકભાઇ રામાણી દ્વારા સ્ટીકર લગાવાયા હતા અને સીટીપીઆઇ શ્રી વિરેન્દ્રસિંહ ખેરએ સ્ટાફ સાથે વ્યવસ્થા જાળવી હતી.ત્યાર બાદ વેપારી આગેવાનો શ્રી ચતુરભાઇ પટેલ, શ્રી દિનેશભાઇ ભુવા, શ્રી ભાવેશભાઇ પડસાલા, શ્રી જીતુભાઇ પાથર, શ્રી હસુભાઇ વાજાએ બેઠક યોજી માર્ગદર્શન મેળવ્યુ હતુ અને કલેકટરશ્રીએ પણ ઠંડા પીણા તથા આઇસ્ક્રીમ પાર્લરોને સ્થળ ઉપર નહી પણ પાર્સલની સુવિધા સાથે સવારે 8 થી 4 સુધી શહેરો અને ગામડાઓમાં છુટ આપી હોવાનું જણાવ્યુ હતુ હેર કટીંગ સલુનમાં પણ નીતીનભાઇ હીરાણી, ભોળાભાઇ બગથળીયા, જીજ્ઞેશભાઇ બગથળીયાએ ફરજ બજાવી હતી.