અમરેલી,
અમ2ેલી નગરપાલિકામાં ભાજપે સત્તાનાં સુત્રો સંભાળતાની સાથે જ જન સુખાકા2ીને પ્રાધાન્ય આપી અનેકવિધ વિકાસનાં કામોની હરણફાળ ભરવા સાથે ભ્રષ્ટાચા2ીઓની પોલ ખોલી સરકારશ્રીનાં નાણાંનો સદ્દઉપયોગ થાય તે દિશામાં કામ ક2ી શહેરનાં ચાર જેટલાં સી.સી. રોડમાં આચરવામાં આવેલ ભ્રષ્ટાચાર સામે જવાબદાર એજન્સી સામે કડક કાર્યવાહી ક2ી ગે2ંટી પી2ીયડમાં તહસ-નહસ થયેલ રોડની મ2ામત યુધ્ધનાં ધોરણે હાથ ધ2ાવતાં શહે2ી જનોમાં હર્ષની લાગણી છવાયેલ હતી.અમ2ેલી નગરપાલિકામાં ભાજપે સત્તાનાં સુત્રો સંભાળ્યાંને એક વર્ષ વિતેલ છે. ફક્ત એક જ વર્ષમાં 2ાજ્ય લેવલે નોંધ લેવાય તેવા ગ્રીન સીટી બનાવવા સહિતનાં અનેકવિધ વિકાસ કાર્યો ક2ેલાં છે, ત્યા2ે ભ્રષ્ટાચા2ને નાથવા અંગે પ્રમુખ શ્રીમતી મનિષાબેન 2ામાણી, ઉપપ્રમુખ શ્રીમતી રમાબેન મહેતા, કારોબા2ી ચેરમેનશ્રી સુ2ેશભાઈ શેખવા, ટાઉન પ્લાનીંગ ચેરમેનશ્રી બ્રિજેશભાઈ કુરૂન્દલે સહિતની ટીમે તેમજ ચીફ ઓફિસરશ્રી એચ.કે.પટેલે કમર ક્સેલ હતી. જેમાં શહેરનાં હ2ી2ામ બાપા ચોક, લાઈબ્રે2ી રોડ, કાશ્મિ2ા ચોક થી ટાવર તેમજ કલેક્ટર કચે2ી થી સિવીલ હોસ્પિટલવાળા ચાર જેટલાં રોડ વીસીપ્રોજેક્ટ એન્ડ ઈન્ફ્રા પ્રા.લી., અમદાવાદની એજન્સી દ્રારા વર્ષ : 2020-21 માં સી.સી. ટ્રીમીક્સ રોડ બનાવવામાં આવેલ હતાં. આ રોડ બનાવવામાં આચ2વામાં આવેલ ભ્રષ્ટાચા2થી રોડ નિર્માણનાં ગે2ંટી પી2ીયડ પહેલાં જ તહસ-નહસ થઈ ગયેલ હતો. સરકારશ્રીની તિજો2ીને નુક્સાન કરનાર એજન્સીને નગરપાલિકા દ્રારા નોટીસ આપી રોડની મ2ામત કરવાની કડક તાકીદ કરવામાં આવેલ હતી, તેમ છતાં પણ એજન્સી ા2ારોડ મ2ામતની કામગી2ી શરૂ કરવામાં ન આવતાં તેમની ડિપોઝીટ જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવતાં એજન્સી હરક્તમાં આવેલ હતી અને આખ2ે ગે2ંટી પી2ીયડમાં રહેલાં રોડની મરામત કામગી2ી શરૂ કરવામાં આવેલ હતી. જેમાં દુરસ્ત થયેલાં રોડને તોડી પાડી નવો જ સી.સી. રોડ બનાવવાની એજન્સીને ફરજ પાડવામાં આવેલ હતી, દુરસ્ત થયેલ રોડ ઉપર ફક્ત ગાબડાં બુ2ાવાનાં બદલે ભાજપની ટીમે સમગ્ર રોડ જ નવો બનાવવાનો ખર્ચ એજન્સી ઉપર જ લાદવામાં આવેલ હતો. નગરપાલિકા વિસ્તારમાં અગાઉ આવા કેટલાંય રોડ ગે2ંટી પી2ીયડમાં તહસ-નહસ થઈ ગયાં હશે ? પ2ંતુ જવાબદાર એજન્સી સામે કડક હાથે કાર્યવાહી કરવાની ભાજપ શાસકોએ પહેલ કરતાં શહે2ીજનોમાં હર્ષની લાગણી છવાયેલ હતી અને ભાજપની ટીમ ઉપર અભિનંદનની વર્ષા થયેલ હતી. તેમ સુ2ેશભાઈ એલ. શેખવા કા2ોબા2ી ચેરમેન અમ2ેલી નગરપાલિકાએ જણાવ્યું છે.