અમરેલીમાં પાલિકા,પંચાયતો માટે ભાજપનાં ઉમેદવારો જાહેર

અમરેલી,અમરેલી જિલ્લામાં કોંગ્રેસમાં ઉમેદવારોના નામની સર્વ સંમતિ માટે ચાલતા પ્રયાસો વચ્ચે આજે કોંગ્રેસ દ્વારા મેન્ડેટ સાથે યાદી જાહેર થનાર હોવાનું કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનોએ જણાવ્યુ છે ત્યારે અમરેલીમાં પાલિકા,પંચાયતો માટે ભાજપનાં ઉમેદવારો જાહેર કરી દેવાયા છે અમરેલી જિલ્લા પંચાયતમાં ભાજપે ગત પાટીદાર વાવાઝોડામાં પણ અડીખમ રહેનારા ભુપતભાઇ વાળા અને શુકલભાઇ બલદાણીયાને રિપીટ કર્યા છે અને ઘણા આગેવાનોના ધર્મ પત્નીઓને પણ જાહેર જીવનમાં ચુંટણી લડવા માટે ઉમેદવારો બનાવ્યા છે અને ભાજપ દ્વારા ઉમેદવારો માટે ઉમેદવારી પત્રોની તૈયારીઓ શરૂ થઇ છે અમરેલી, સાવરકુંડલા, બગસરા, બાબરા અને દામનગર નગરપાલિકાનાં ઉમેદવારો સતાવાર નામ જાહેર થતા પ્રચાર પ્રસારના કામ માટે સજ્જ થઇ ગયા છે અને બાકી રહેલા કાર્યકરો દ્વારા રજુઆતો પણ ચાલુ છે જિલ્લાના સ્થાનિક રાજકારણમાં હવે ટીકીટો જાહેર થવાનું શરૂ થતા રાજકીય ગરમાવો આવ્યો છે.