અમરેલી,
અમરેલી નગરપાલિકા ઈતિહાસમાં સૌ પ્રથમવાર સોશિયલ મીડિયાના સહારે નગરજનોને ઘર બેઠા સેવા પૂરી પડવાના એતિહાસિક પગલામાં આજે નગરના સીનીયર સીટીજનો ને ઘરે બેઠા સુવિધા પૂરી પાડવા એક હેલ્પલાઈન આજે શરુ કરવામાં આવેલ હતી. આ હેલ્પલાઈન માં સીનીયર સીટીજનોને નગરપાલિકા લગત સેવાઓ અંગે રૂબરૂ આવવાની જજટ માંથી છુટકારો મળશે. અમરેલી નગરપાલિકામાં ભાજપે સતના સુત્રો સંભાળતાની સાથે જ વિકાસની હરણફાળ ભરેલ છે.
જન સુખાકારી અર્થે ચિંતિત ભાજપ ટીમ સતત પ્રયત્નશીલ છે. ત્યારે આજે ભાજપ અગ્રણી તેમજ સારહી યુથ ઓફ કલબના પ્રમુખ શ્રી મુકેશભાઈ સંઘાણી , નગરપાલિકા પ્રમુખ શ્રી મનીષાબેન સંજયભાઈ (ચંદુભાઈ) રામાણી ,શહેર ભાજપ પ્રમુખ શ્રી ભાવેશભાઈ સોઢા , ઉપપ્રમુખ રેખાબેન નરેશભાઈ મહેતા , કારોબારી ચેરમેન સુરેશભાઈ શેખવા , ટી.પી. ચેરમેન બ્રિજેશભાઈ (પીન્ટ્ભાઈ) કુરુન્દલે , શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી તુષારભાઈજોષી , શ્રી રાજેશભાઈ માંગરોળિયા , ચીફ ઓફિસર શ્રી આર. જી. ઝાલા સહિત ની ઉપસ્થિતિમાં સીનીયરસિટીજનની નગરપાલિકા લગત સુવિધાઓ અર્થે એક હેલ્પલાઇન નું લોકાર્પણ કરવામાં આવેલ હતું. આહેલ્પલાઇન મારફત સીનીયર સીટીજનો ઘર બેઠા નગરપાલિકાની સેવાઓનો લાભ લઇ શકશે. આ હેલ્પલાઈનહાલ ટ્રાયલ અર્થે ત્રણ વોર્ડમાં કાર્યરત કરવામાં આવશે.