અમરેલીમાં પીઆઈ ડીવી પ્રસાદ,ડીવાયએસપી સીબી સોલંકી એક્શન મોડમાં

અમરેલી,

એસપી શ્રી હિંમકરસિંહની સૂચના અનુસાર અમરેલીમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યાને લઇ અવારનવાર અમરેલી શહેરના લોકોને હેરાનગતિ થતા અવારનવાર ફરિયાદો મળતા અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડીવી પ્રસાદ તથા પ્રોબેશનલ ડીવાયએસપી સી બી સોલંકી દ્વારા અમરેલી ના જુદા જુદા વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું જાણવા મળતી વિગતો અનુસાર અમરેલીના જુદા જુદા વિસ્તારો જેવા કે લાયબેરી ચોક હવેલી ચોક હરી રોડ ઇન્દિરા શોપિંગ સેન્ટર માર્કેટ રોડ રાજ કમલ ચોક જેવા જુદા જુદા વિસ્તારો પર પોલીસના કાફલા સાથે લઈ ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી વધારેમાં વધારે લોકોને પડતી ટ્રાફિકની મુશ્કેલીઓ અનુસંધાને યોજવામાં આવી હતી વધુ મળતી વિગત અનુસાર અમરેલી શહેરમાં જુદા જુદા વિસ્તારો પર ટ્રાફિકોના નિયમનો ઉલ્લંઘન કરતા લોકોને રોકી કાયદાકીય પાલન કરાવવામાં આવ્યો ત્રીપલ સવારી લાઇસન વગરના લોકોને રોકીને દંડ ફટકારવામાં આવ્યો તથા અમરેલી ના જુદા જુદા વિસ્તારો પર જઈ વેપારી મિત્રો ને ટ્રાફિકની સમસ્યા લઈ અમરેલી સીટી પોલીસ ઇન્સ્પેક્ટર ડીવી પ્રસાદ તથા પ્રોબેશનલ ડીવાયએસપી સી બી સોલંકી દ્વારા ટ્રાફિકના અનુસંધાને માર્ગદર્શન આપવામાં આવ્યું.