અમરેલીમાં પીજીવીસીએલે 30 વીજકનેક્શનો કાપી નાખ્યાં

  • છ જગ્યાએથી મીટરના પડીકા વાળી લેવાયા : એક જ દિવસમાં રૂા.દસ લાખની ઉઘરાણી પતી ગઇ

અમરેલી,
દર વર્ષની જેમ આ વર્ષે કોરોના સમય હોય પીજીવીસીએલ દ્વારા આખું વર્ષ વીજ બીલ ની ઉઘરાણી સાવ ઓછી કરી નાખેલ પરંતુ હવે માર્ચ મહીનો શરૂ થતાં જ પીજીવીસીએલ દ્વારા બાકી બીલ ના વિજધારકો કે જેઓ લાઈટ બીલ જાણે ભરવાનું જ ભુલી ગયા હોય તેમ બીલ ની રકમ ચડી જતા આજ થી પીજીવીસીએલ અમરેલી શહેર દ્વારા કડક કાર્યવાહી ચાલુ કરેલ છે અને આજે એક જ દિવસમાં 30 જેટલા વિજકાનેક્શ કાપી નાખવામાં આવેલ હતા અને 6 ગ્રાહકો ના મીટર સર્વિસ ઉતારી લેવામાં આવેલ હતા..બાકી વિજબીલ ધારકો માં ફફડાટ ફલાયેલ હોય આજ ના દિવસ માં રૂપિયા 10 લાખ જેટલી રકમ ભરાય ગયેલ હતી.
આ ઉપરાંત હાલમાં માર્ચ મહિનો ચાલુ હોય પીજીવીસીએલ દ્વારા શનિવાર અને રવિવાર ના દિવસે પણ કેશ બારી પણ ખુલી રાખવામાં આવશે તેવી માહિતી મળેલ છે.