અમરેલીમાં પુ.શ્રી મોરારિબાપુ ભાગવત કથાનાં શ્રોતા બન્યાં

અમરેલી,
અમરેલીમાં ટાવર ચોક વેપારી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રીમદ્દ ભાગવદ સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ફોરવર્ડ સ્કુલનાં પટાંગણમાં આયોજન થતા કૃષ્ણભક્તિ સાથે દેશભક્તિનાં વિષય સાથે કથાનું રસપાન શ્રી ભુપેન્દ્રભાઇ પંડ્યા પોતાની આગવી શૈલીમાં કરાવી રહ્યાં છે અને કથાવાણીથી સૌ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી રહ્યાં છે ત્યારે તા.26 નાં રોજ લાઠી ખાતે શંકર પરિવાર દ્વારા ચાલી રહેલ કથાનાં વકતા પુજ્ય મોરારીબાપુ અમરેલી ખાતે ભાગવત સપ્તાહમાં શ્રોતા તરીકે પધાર્યા હતાં અને કથા શ્રવણનો લાભ લીધો હતો. ભાગવત સપ્તાહમાં મોટી સંખ્યામાં શહેર તથા ગ્રામ વિસ્તારની જનતાને ધર્મલાભ પીરસવામાં આવી રહ્યો છે. કથાની સાથે સાથે રાત્રીનાં સમયે જુદા જુદા કાર્યક્રમનું આયોજન થઇ રહ્યું છે. તા.28 રાત્રે 9:30 કલાકે વોઇસ ઓફ લતાજી તરીકે ઓળખાતા બિનાબેન શુકલ તથા વોઇસ ઓફ રફી તરીકે ઓળખાતા મેહુલભાઇ શુકલ, જયેશભાઇ ગેડીયા, કૃષ્ણભક્તિ સાથે દેશભક્તિનાં ગીતોનો અનેરો સંગાથ ભાવિક ભક્તોને પીરસશે. કૃષ્ણભક્તિ સાથે દેશભક્તિનાં અનેરા ગીતોનાં કાર્યક્રમમાં અમરેલીની ધર્મપ્રીય, દેશપ્રીય જનતાને ઉમટી પડવા ટાવર ચોક વેપારી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિમંત્રણ