અમરેલીમાં પોલીસની ટ્રાફિક ડ્રાઇવ : 72 કેસો

  • રેન્જ ડીઆઇજીની સુચનાથી અમરેલીના એસપીશ્રી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન નીચે
  • જિલ્લાની ટ્રાફિક ડ્રાઇવમાં પોલીસે 1253 વાહનો ચેક કર્યા : 575 ફોરવ્હીલ અને ટુવ્હીલર સહિત રાજ્ય બહારથી આવતા 28 વાહનો ચેક કર્યા : 24 હજારનો દંડ પોલીસે વસુલ કર્યો 

અમરેલી, રે.જ ડી.આઇ.જી ની સુચનાથી અમરેલી જીલ્લા પોલીસ વડા શ્રી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન નીચે અમરેલી શહેર અને જીલ્લામાં પોલીસ દ્વારા ટ્રાફીક ડ્રાઇવનું આયોજન તથા આડેધડ ખડકાના વાહનો ઉપરાંત બેફામ દોડતા વાહનોને બ્રેક લાગ્યાની સાથે સાથે શહેરમાં ટ્રાફીકની સમસ્યા હળવી બની છે. એટલુ જ નહીં હાઇવે ઉપર પણ પોલીસે બાજનજર રાખી છે. ઠેર – ઠેર ચેકપોસ્ટો અને હાઇવે પેટ્રોલીંગથી સ્થિતિ અંકુશમાં આવે છે. અમરેલી શહેર જીલ્લામાં ટ્રાફીક બ્રાન્ચની સંગીન કામગીરી થવા બિરદાવવા લાયક છે. ટ્રાફીક સ્થિતિ સુધરી જતા આમજનતાને પણ રાહત થઇ છે. અમરીત જીલ્લા ટ્રાફીક બ્રાન્ચનના ચુનંદા સ્ટાફને કારણે લોકોએ ટ્રાફીક પ્રશ્ર્ને રાહત અનુભવી છે. અમરેલી જીલ્લામાં ટ્રાફીક ડ્રાઇવ યોજવા એસ.પી. શ્રી નિર્લિપ્ત રાયની સુચના અને માર્ગદર્શન નીચે પોલીસ દ્વારા જીલ્લામાં ટ્રાફીક ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા ફોરવ્હીલ 575 અને ટુવીલર્સ અને થ્રીવ્હીલર 650 ચેક કરવામાં આવેલ હતા. રાજય બહારથી આવતા 28 વાહનો મળી કુલ 1253 વાહનો ચેક કરવામાં આવ્યા હતા. જેમાં 72 એન.સી. કેસ કરી સ્થળ ઉપર રૂા. 35,700/- નો દંડ વસુલ કરવામાં આવેલ. તેમજ 22 વાહનો ડીટેન કરવામાં આવેલ તેમજ 3 વાહન ચાલકો સામે નશો કરેલી હાલમાં મળતા પ્રોહીબીશન એકટ મુજબ કેસ કરવામાં આવેલ જયારે કોર્ટ એન.સી. 12 મુકવામાં આવેલ. જયારે 24 જેટલા વાહન ચાલકોએ માસ્ક ન પહેરતા રૂા. 24,000/- દંડ વસુલ કરવામાં આવ્યો હતો.