અમરેલીમાં પોલીસ અને આઇટીબીપીની સંયુક્ત ફલેગ માર્ચ

અમરેલી,
આવનારી વિધાનસભાની ચૂંટણીઓને અનુલક્ષી અમરેલીમાં ઇન્ડોતીબેટીયન બોર્ડ પોલીસની ટીમનું આગમન થયુ છે રેન્જ આઇજી શ્રી ગૌતમ પરમાર તથા એસપીશ્રી હિમકરસિંહની સુચનાથી અમરેલીમાં પોલીસ અને આઇટીબીપીની સંયુક્ત ફલેગ માર્ચ યોજાઇ હતી.
અમરેલી શહેરના રાજમાર્ગો ઉપર અમરેલી શહેર પીઆઇ શ્રીમતિ આઇ.જે. ગીડા તથા પોલીસના જવાનો તથા સર્વેલન્સ ટીમ અને આઇટીબીપીના જવાનોએ ફુટપેટ્રોલીંગ કર્યુ હતુ અમરેલી શહેરનાં વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ અને સશસ્ત્ર જવાનોએ કરેલા ફુટપેટ્રોલીંગે લોકોમાં આકર્ષણ જમાવ્યું હતુ.