અમરેલી,અમરેલી જિલ્લા પોલીસ પરિવાર દ્વારા પીએસઆઇ, એએસઆઇ અને પોલીસ કોન્સ્ટેબલની સ્પર્ધાત્મક પરીક્ષા માટે આજે દિલીપ સંઘાણી સાંસ્કૃતિક હોલમાં માર્ગ દર્શન સેમીનાર યોજાયો હતો. જેમાં જિલ્લાભરમાંથી પોલીસ ફોર્સમાં ભરતી થવા થનગનતા વિદ્યાર્થી ભાઇ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે એસપીશ્રી નિર્લિપ્ત રાય દ્વારા જણાવેલ કે, મે પણ કોમ્પીટીટીવ પરીક્ષા આપેલ છે. જેમાં સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટે કોમનસેન્સની જરૂરીયાત છે. ડે ટુ ડે સ્કુલમાં ધ્યાન આપીએ તો વધુ સરળ રહેશે. એક વસ્તુનુ રીવીઝન કરવુ તે પણ મહત્વનું છે. અને કોન્સનસ્ટ્રેટ પણ જરૂરી છે. દરેક વ્યક્તિએ પોતાનું રૂટીન નક્કી કરવું જોઇએ અને ફીઝીકલ ફીટનેસની પણ તૈયારી કરવી જોઇએ. મોટી વ્યસન પોતાની રીતે પોતાનામાં આવે છે. ના.પો.અધિ. જગદીશસિંહ ભંડારીએ જણાવેલ કે, સૌથી મહત્વનું એલેન્ટનેસ જુદા જુદા બાર ટોપીકનલ છે. હિસ્ટ્રી, જીયોગ્રાફી, ભુગોળ, ઇકોનોમીનો રીડીંગ કરો આજે સારી બુકો પણ બજારમાં મળે છે. જેમાંથી 90 ટકા તૈયારી કરી શકાય છે. 10 ટકા મોબાઇલ વેબસાઇટમાંથી પણ મળી શકે છે. આ પ્રસંગે ઇન્સ્ટીટ્યુઓફ કોમ્પીટીટીવ એક્ઝામનાં ડાયરેક્ટર શ્રી મૌલિક ગોંધીયા દ્વારા જણાવેલ કે પોલીસની સ્પર્ધાત્મક પરીક્ષનાં ત્રણ ટોપીક છે જેમાં પ્લાન, પરફોર્મ્ન્સ અને પ્રીપરેશન આપણે ઘરેથી નીકળીયે ત્યારે આપણે ગોલ નક્કી કરવો પડે. અને આપણે વિદ્યાર્થીએ છીએ ફોર્મ નથી. માટે ચોક્કસ ધ્યેય નક્કી કરવો જરૂરી છે. સફળતા હાંસલ કરવા તેમાં ડુબી જવું પડે છે. સ્વીમીંગ પુલમાં તરવું હોય તો તેના માટે માર્ગદર્શક કોચ જરૂરી છે. જે તમને યોગ્ય દિશા તરફ તાલીમ આપે છે.