અમરેલીમાં પોલીસ સ્ટેશનની પાસે જ જુગાર રમતા પાંચ ઝડપાયા

અમરેલી,અમરેલી પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.એસ.રાણાની સુચનાથી ગોઠવાયેલી દારૂ/જુગાર ની ડ્રાઇવમાં શહેરમાં કઇ જગ્યાએ કોણ દારૂ જુગારની બદી ફેલાવી રહયા છે તે જાણવા અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ. વી.આર.ખેરની રાહબરી નીચે અમરેલી સીટી પોલીસ ટીમ દ્વારા કરાયેલી તપાસમાં નજીક જ જુગારીઓએ અડો જમાવ્યો હોવાની બાતમી મળતા ચોંકી ઉઠેલ પોલીસે અમરેલી બહુમાળી ભવન પાસે રેઇડ કરતાં જુગાર રમતાં (1) પ્રકાશભાઇ બાબુભાઇ સિંધવ ઉ.વ.22 ધધો.પ્રા.કંડક્ટર રહે.કાચરડી તા.લાઠી જી.અમરેલી,(2) અલ્તાફ ઉર્ફે બાઉદિન અબુભાઇ ધાનાણી ઉ.વ.21 ધધો.રીક્ષા ડ્રાઇવિંગ રહે.અમરેલી તારવાડી મીની કસ્બાવાડ શેરી નં.2 તા.જી.અમરેલી,(3) મનજીભાઇ દેવાભાઇ ચૌહાણ ઉ.વ.55 ધધો.મજુરી રહે.અમરેલી બહુમાળી ભવન નીચે તા.જી.અમરેલી,(4) રજાકભાઇ ઝુસબભાઇ જોગીયા ઉ.વ.50 ધંધો.વેપાર રહે.અમરેલી બહારપરા ઘાંચીવાડ સવાણીનો ડેલો તા.જી.અમરેલી,(5) અબ્દુલસમદ મહમદભાઇ સૈયદ ઉ.વ.34 ધંધો.ડ્રાઇવિંગ રહે.અમરેલી મીની કસ્બાવાડ શેરી નં.2 તા.જી.અમરેલીને કુલ રૂ.2,450/-ના મુદામાલ સાથે પકડી પાડેલ છે. આ કામગીરી અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ. વી.આર.ખેર તથા ેંલ્લભ ભરતભાઇ મુહાભાઇ વાળા તથા ેંલ્લભ નીલેશભાઇ વિરાભાઇ લંગાળીયા તથા ન્ઇઘ હિરેનસિંહ લાલજીભાઇ ખેર તથા ન્ઇઘ વિજયભાઇ હરેશભાઇ બસીયાનાઓએ કરેલ છે.