અમરેલીમાં પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર દ્વારા મહીલાને હકક અપાવ્યાં

અમરેલી,
અમરેલી જિલ્લા પોલીસ વડા શ્રી હિમકરસિંહ અસામાજીક પ્રવૃતિ કરનારા સામે કાનુની પગલાઓ લઇ રહ્યાં છે પણ સાથે સાથે સામાજીક રીતે ઉદભવતા પ્રશ્ર્નોને પણ તેમના માધ્યમ દ્વારા હલ કરી રહ્યા હોવાનો એક કીસ્સો સામે આવ્યો છે જેમાં ગ્રામીણ વિસ્તારની મહિલાને તેમણે ન્યાય જ નહીં પણ પરત પરિવાર પણ અપાવ્યો હતો.આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે, બાબરા તાલુકાનાં એક ગામની મહિલા એસપીશ્રી હિમકરસિંહ પાસે રજુઆત લઇને ગઇ હતી કે પતિ મારજુડ કરે છે તેથી ઘરનાં ફળીયામાં અલગ ઓરડીમાં તે અલગ સંતાનો સાથે રહેતી હોય અને હવે તે ઓરડીમાં પાણી ટપકતુ હોય તેને રીપેર કરવાની પ્રક્રિયા શરૂ કરતા પતિ અને સાસુએ રિપેરીંગ કરવા આવનાર સાથે ઝગડો કરી કાઢી મુકેલ. પતિ સાથેનાં મનદુ:ખમાં મહિલા પ્રાઇવેટ નોકરી કરી બે સંતાનોનું ભરણ પોષણ કરતી હતી અને હવે આશરો પણ જર્જરીત થતા વ્યથા સાથે તે એસપીશ્રી હિમકરસિંહ પાસે જતા તેમણે આ મહિલાને સાંભળી અને આ મહિલાને કાઉન્સેલિંગ માટે મહિલા પોલીસ સ્ટેશનમાં ચાલતા પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરમાં મોકલવામાં આવ્યા અને સાંત્વન આપી કહેલ કે આપની પુરી મદદ કરવામાં આવશે” જેથી આ મહિલા કાઉન્સેલર પારુલબેન મહિડા પાસે સેન્ટરમાં આવ્યા હતા પોતાની 12 વર્ષનાં લગ્ન જીવનની આપવીતી વર્ણવતા કાઉન્સેલર પારુલબેન મહિડાના સહકાર અને મદદથી બેનના પતિ સાસરિયાઓ સમજ્યા અને તેમને ઓરડી બનાવવાની મંજૂરી આપી બાદ અવાર નવાર કાઉન્સેલિંગ માટે બંને પતિ-પત્નીને બોલાવ્યા અને સમાજના વડીલો ને પણ બોલાવ્યા આમ બધાને સમજાવતા હાલ બંને પતિ-પત્ની વચ્ચે સુખદ સમાધાન થયું અને હવે બેન દોઢ વર્ષે તેના પતિ સાથે રાજીખુશીથી રહેવા લાગ્યા છે તેના પતિ હવે ઘરમાં કમાઈને આપે છે બંને બાળકો અને પત્નીને સારી રીતે સાચવે છે.હાલ બેન ખૂબ ખુશ છે અને કાઉન્સેલર પારુલબેન મહિડા નો આભાર માન્યો.આમ,સામાજિક રૂઢિઓ સામે લાડતી મહિલાને એસ.પી.સાહેબશ્રી અને કાઉન્સેલરની મદદથી મહિલાને ન્યાય અપાવવામાં અને સમાજમાં પુન:સ્થાપન કરવમાં સફળતા મળેલ