અમરેલીમાં પોલીસ સ્મૃતિ દીન ઉજવાયો

  • અમરેલીના રાજકમલ ચોકમાં આવેલા શીદ સ્મારક ખાતે દિવંગત પોલીસ કર્મીઓને પરેડ સાથે સેલ્યુટ અપાઇ : શ્રધ્ધાંજલી અર્પણ કરાઇ
  • અમરેલીનાં એસપી શ્રી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન નીચે
  • અમરેલી,
    અમરેલીના એસ.પી. શ્રી નિર્લિપ્ત રાયની ઉપસ્થિતીમાં અમરેલી રાજકમલ ચોકમાં આવેલા શહિદ સ્મારક પાસે આજે સવારના પોલીસ બેન્ડની સુરાવલીઓ સાથે જીલ્લાના પોલીસ અધિકારીઓ પોલીસ કર્મીઓ તેમજ રિકૃટ ઉપસ્થિતિમાં વર્ષ 2019 – 20 ના વર્ષ દરમિયાન ચાલુ ફરજે શહિદ થયેલા દેશના તમામ રાજયોના પોલીસ અધિકારી અને કર્મચારી તેમજ સી.આર.પી.એફ. સહિત 252 શહિદોને અમરેલી જીલ્લા પોલીસ વિભાગ દ્વારા પુષ્પાંજલી અર્પણ કરીને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. લદાખ બોર્ડર પર 60 વર્ષ પહેલા જે પોલીસ જવાનો શહિદ થયેલ ત્યારથી શહિદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
    અમરેલીમાં એસ.પી. શ્રી નિર્લિપ્ત રાય દ્વારા રાજકમલ ચોકમાં તેમની ફરજ દરમિયાન બીજી વખત કાર્યક્રમ યોજાયો હતો.