અમરેલીમાં પોસ્કો અને અપહરણ ગેંગરેપના ગુનામાં 9 આરોપીઓ સામે પકડ વોરંટ ઇસ્યું

  • આરોપીઓને પકડી પાડવા જાહેર પ્રસિધ્ધી કરાઇ : નજરે પડે તો પોલીસને જાણ કરવી

અમરેલી,
અમરેલીમાં પોસ્કો અને અપહરણ ગેંગરેપના ગુનામાં 9 શખ્સો સામે પકડ વોરંટ નીકળ્યુ છે. અને આરોપીઓને પકડી પાડવા જાહેર પ્રસિધ્ધી કરાઇ છે.
આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પોસ્કો, અપહરણ, ગેંગરેપ જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા નાસતા ફરતા આરોપીઓ મહાવિર ભગુભાઇ વાળા સરસઇ, રવિરાજ ઉર્ફે રાજા કાઠી અમરેલી, કુલદિપ નટુભાઇ વાળા રહે. ટીંબા, યોગીરાજ ઉર્ફે લાલો દેસાભાઇ ધાખડા હનુમાનપરા અમરેલી, તેજશ ઉમેદભાઇ ઉર્ફે ટીકુભાઇ જેબલીયા, દિગવિજય રણજીતભાઇ બસીયા, જયપાલ નટુભાઇ ધાધલ વરસડા, રાજદિપ ઉર્ફે લાલભાઇ બસીયા રહે. છાણીયા તા. ચોટીલા, ધરમ ઉર્ફે ધમભાઇ કિરણભાઇ શેખવા રહે. વડલી તા. જસદણ સામે એસ.પી. શ્રી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન નીચે સીટી પી.આઇ. કે.ડી. જાડેજાએ નાસતા ફરતા 9 આરોપીઓને પકડી પાડવા કોર્ટમાંથી ધરપકડ વોરંટ મેળવી જાહેર પ્રસિધ્ધી પણ કરીને આ શખ્સો જોવા મળે તો સીટી પોલીસ અથવા નજીકના પોલીસ મથકમાં જાણ કરવા અનુરોધ કર્યો છે. અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં ગુ.ર. નં. 84/2019 માં સગીરા પર બળાત્કાળ થયેલ જે કેસમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા ચકોગતીમાન કર્યા છે.