અમરેલીમાં પોસ્ટ ઓફીસ ખાતે પાસપોર્ટ સેવા શરૂ

  • છ માસ બાદ કોરોના કાળ પછી ફરીથી
  • પાસપોર્ટ એપ્લીકેશન સબમીટ કરાવવા સહિતના કામકાજો શરૂ થતા લોકોને રાહત થશે

અમરેલી,
છ માસના કોરોના કાળ બાદ ફરીથી અમરેલીમાં પોસ્ટઓફીસ ખાતે પાસપોર્ટ સેવા શરૂ કરવામાં આવી છે લોકડાઉન ખુલ્યા પછી પાસપોર્ટ એપ્લીકેશન સબમીટ કરાવવા જાહેર જનતાને અમદાવાદ અને રાજકોટ કોરોના હોટસ્પોટ ગણાતા શહેરમાં જવુ પડતુ જ્યારે તા.8-9-20 મંગળવારથી અમરેલીની હેડ પોસ્ટ ઓફીસમાં ફરીથી પાસપોર્ટ સેવા શરૂ થઇ છે જેથી અમરેલી જિલ્લાને આસપાસના વિસ્તારોમાં લોકોને પાસપોર્ટના કામકાજ માટે રાહત અનુભવાતી જે સંપુર્ણ ઓનલાઇન પધ્ધતિથી રાજકોટ અમદાવાદ ઓફીસની જેમ જ પાસપોર્ટ ત્વરીત સબમીટ અને પોલીસ વેરીફીકેશન તેમજ ડીસ્પીચની પ્રક્રિયા ઝડપી બની છે સેવાનો લાભ લેવા પાસપોર્ટ વિભાગ દ્વારા જણાવાયુ છે.