અમરેલીમાં પોસ્ટ ઓફીસ નજીક વૃધ્ધના પેન્ટના ખીસ્સામાંથી રૂપીયા 50 હજારની ચોરી : ફરિયાદ

અમરેલી,

અમરેલીના ટીકમદાસ મગનલાલ કાનાબાર નામના વૃધ્ધ અમરેલી પોસ્ટ ઓફીસમા એફડી પાકતી હોવાથી પૈસા ઉપાડવા ગયેલ અને આશરે 11:45 કલાકે પૈસા ઉપાડી પોતાની દુકાને જતા હતા ત્યારે ભીડનો લાભ લઈ કોઈ અજાણ્યો શખ્સ પેન્ટના ખીસ્સામાંથી રોકડ રૂ/-50 હજાર ચોરી કરી ગયાની પ્રકાશભાઈ ટીકમદાસ કાનાબારે અમરેલી સીટી પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી .