અમરેલીમાં પ્રવેશવુ હોય તો નિયમો પાળજો : અમરેલી કલેકટરશ્રી ઓક

અમરેલી,ગ્રીન ઝોન રહેલા અમરેલી જિલ્લામાં ભારત સરકારની ગાઇડલાઇનનું ઉલ્લંઘન સામે આવ્યું હોય હવે બહારના વિસ્તારોમાંથી જો અમરેલીમાં પ્રવેશવુ હોય તો નિયમો પાળજો તેમ અમરેલી કલેકટરશ્રી આયુષ કુમાર ઓકએ લોકોને અપીલ કરી છે તેમણે જણાવ્યુ હતુ કે લોકો પરમીટ મેળવવા માટે ખોટી માહિતી આપે છે તેવુ સામે આવ્યુ છે અને બિમારીની વિગતો પણ છુપાવે છે જેનાથી કોઇ સંક્રમીત આવી જાય તેવી શકયતા પણ રહેલી છે.કલેકટરશ્રીએ જણાવ્યુ હતુ કે ભારત સરકારની ગાઇડલાઇન પ્રમાણે કોઇ પણ ઝોનમાં ગંભીર બિમારી હદય રોગ, બીપી, કેન્સર, ડાયાબીટીશના દર્દી તથા 10 વર્ષની ઉમર સુધીના બાળક, 65 વર્ષની ઉપરની વયના વૃધ્ધ અને સગર્ભા બહેનોને ઘર બહાર નીકળવાની જ અનિવાર્ય સંજોગો સિવાય સદંતર મનાઇ છે આમ છતા અમરેલી જિલ્લામાં ખોટી પરમીટોથી વૃધ્ધો બાળકો અને સગર્ભાઓ મંજુરી મેળવી લેવાય છે.