અમરેલીમાં પ્રૌઢ ઉપર હુમલો

અમરેલી,
અમરેલી ચકકરગઢ રોડ અમૃતધારા સોસાયટીમાં રહેતા મેહુલભાઈ મનુભાઈ રાજયગુરૂ ઉ.વ.42 ની પત્નિ બજારમાં ખરીદી કરવા જતા મેહુલભાઈએ ફોન કરતા ઉપાડેલ નહી .જેથી પત્નિને પુછતા કહેલ કે તમારે શું પંચાત છે જેથી બે ત્રણ દિવસથી પતિ પત્નિ વચ્ચે ઝગડો ચાલતા ભાઈને વાત કરતા અમારી બેનને કેમ પરેશાન કરો છો તેવું જણાવી યોગેશ હરેશભાઈ,ઉદિત યોગેશભાઈ ,રાજુ જગદીશભાઈ,કાના દિનેશભાઈ દુધરેેજીયાએ ઉશ્કેેરાઈ બેઝબોલના ધોકા વડે મારમારી ઈજા કરી ધમકી આપ્યાની અમરેલી તાલુકા પોલિસ મથકમાં ફરિયાદ