અમરેલીમાં ફરજમાં બેદરકારી દાખવનાર પોલીસ કર્મચારીને ડિસમીસ કરતા એસપીશ્રી નિર્લિપ્ત રાય

અમરેલી,
ગયા સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં અમરેલીની જિલ્લા જેલમાંથી હોસ્પિટલના પ્રીઝન વોર્ડમાં લઇ જવાયેલ અને ત્યાંથી પરત જેલમાં જમા કરાવાતા આરોપી પીધેલી હાલતમાં મળતા બે આરોપી અને તેની સાથેના પોલીસ કોન્સટેબલ ઉપર ગુનો દાખલ થયો હતો અને હોસ્પિટલેથી સીધા ઘેર ચાલ્યા જનારા ત્રણ પોલીસમેનને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
આ ઘટનામાં જેમની ઉપર ગુનો દાખલ થયો છે તે પોલીસ કર્મચારીને એસપીશ્રી નિર્લિપ્ત રાય દ્વારા ડિસમીસ કરવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે.
અમરેલી જિલ્લા જેલમાં રહેલ છત્રપાલ વાળા અને ચિરાગ ઠાકર નામના આરોપી સાથે પોલીસ કોન્સટેબલ હનીફખાન યાસીનખાન મલેક રે. પાટડી, સુરેન્દ્રનગર ઉપર ગુનો દાખલ થયો હતો.હનીફખાન સામે સુરેન્દ્રનગરમાં કાર્યવાહી થઇ હોય અને તેના ભાગરૂપે અમરેલી મોકલાયેલ અને તેમની ફરજ દરમિયાન આ ઘટના બનતા એસપીશ્રી નિર્લિપ્ત રાયએ આ બનાવ અંગેી તપાસ કરી હનીફખાનને ડિસમીસ કરતો હુકમ કર્યો હતો.