અમરેલીમાં ફરી કાળમુખો કોરોના જાગ્યો એક પોઝીટીવ કેસ નોંધાતા ભારે ફફડાટ

અમરેલી,
અમરેલીમાં ફરી કાળમુખો કોરોના જાગ્યો હોય તેમ આજે બુધવાારે એક પોઝીટીવ કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે.
કોરોના સામે લોકોને સુરક્ષીત કરવા માટે સરકાર દ્વારા તમામ પ્રયાસો કરાયા છે છતા ઘણા લોકો હજુ એવા છે કે જેમણે વેકસીન લીધુ નથી અને વાવાઝોડામાં ઉડી ગયેલ કોરોના હવે એવી રીતે દેખાયો છે કે જેણે જેણે વેકસીન લીધુ છે તેવા લોકોમાં કોઇ અસર નહી વેકસીન ન લેનાર ઝપટે ચડી રહયા છે કારણ કે, આજે પોઝીટીવ આવેલ લીલીયાના ગામડાના મહીલા દર્દીના આખા પરિવારે વેકસીન લીધેલ પણ વેકસીન ન લેનાર આ મહીલાને જ કોરોનાએ ઝપટે લીધા હતા આ દર્દીને સારવાર આપી હોમ આઇસોલેટ કરાયા છે અને આરોગ્ય તંત્ર દ્વારા ચાંપતા પગલાઓ સતત શરૂ છે.
અમરેલી જિલ્લામાં આજ સુધીમાં કુલ 15,38,146 લોકોને વેકસીનથી રક્ષીત કરવામાં આવ્યા છે અને જિલ્લાના 495 ગામોમાં રસીકરણની કામગીરી 100 ટકા પુરી થઇ ગઇ છે.