અમરેલીમાં ફરી કોરોનાનો કહેર : 24 કલાકમાં ત્રણના મોત

  • એક પણ દિવસે યમરાજા ખાલી હાથ નથી જતા : કાલે ચાંદગઢના મહીલા દર્દીનું મોત નિપજયું હતુ
  • અમરેલીના રંગપુર,ધારીના રામપરાના મહીલા દર્દી અને કુંકાવાવના પુરુષ દર્દીના સારવાર દરમિયાન મોત

અમરેલી,
અમરેલી જિલ્લામાં એક સમયે કોરોનાના વધ્ોલા કેસની અત્યારે સંખ્યા ઓછી થઇ રહી છે .
પણ તેની સામે છેલ્લા ચાર દિવસથી મોતના બનાવો વધી રહયા છે અમરેલીમાં ફરી કોરોનાનો કહેર શરૂ થતો હોય તેમ છેલ્લા 24 કલાકમાં ત્રણના મોત થયા છે અમરેલીના રંગપુર ગામના 71 વર્ષના વૃધ્ધા, ધારીના રામપર ગામના 80 વર્ષના વૃધ્ધા અને કુંકાવાવના 60 વર્ષના પુરુષ દર્દીના સારવાર દરમિયાન મોત નિપજયા હતા.
અમરેલીમાંથી હમણા ચાર પાંચ દિવસથી એક પણ દિવસે યમરાજા ખાલી હાથ નથી જતા શનીવારે એક દર્દી નું અને રવીવારે એક દર્દીઓના મોત નિપજયા બાદ રવીવારની રાત્રીના ત્રણના મોત નિપજેલ જેની સોમવારે અંતીમવિધિ થઇ હતી ત્યાર બાદ ગઇકાલે ચાંદગઢ ગામના 70 વર્ષના મહીલા દર્દીનું મોત નિપજયું હતું.આમ રવીવારથી આજ સુધીમાં ચાર દિવસમાં 8 દર્દીઓના મોત નિપજયા છે.