અમરેલીમાં ફરી મૃત્યુનું પ્રમાણ ઘટયું : 27 મૃત્યુનાં બનાવો

  • હવે એકાદ સપ્તાહમાં જ કોરોનામાં વળતા પાણી શરૂ થાય તેવી આશા 
  • કોરોનાની સારવાર લઇ રહેલા 19 દર્દીઓના મૃત્યુ નિપજ્યા : અમરેલી શહેરમાં અન્ય બિમારીને કારણે 8 મૃત્યુ નીપજ્યા : કૈલાશ મુક્તિધામમાં 11, ગાયત્રી મોક્ષધામમાં 14, બે ની કબ્રસ્તાનમાં અંતિમ વિધી
  • શહેરનાં 5 દર્દીઓ તથા મીઠાપુર, ચરખા, મોટા દેવળીયા, સરંભડા, શંભુપરા, ઘેંસપુર, ધારી, કુંડલા, હનુમાન ખીજડીયા, પાટખીલોરી અને ઢસા ગામના દર્દીના અમરેલી ખાતે સારવાર દરમિયાન મૃત્યું થયા

અમરેલી,
ફાગણ મહિનાના અંત અને ચૈત્ર મહિનાના પ્રારંભે અમરેલી જિલ્લામાં મૃત્યુના બનાવો ભયજનક રીતે કુદકે ને ભુસકે વધી રહયા છે તે ચાહે કોરોનાના દર્દીઓ હોય કે સાવ સાજે સારા અને અચાનક મરણને શરણ થતા લોકો હોય કે પછી ભલે મોટી ઉમરના વડીલો હોય પણ છેલ્લા 12 દિવસથી મૃત્યુના પ્રમાણે માઝા મુકી છે અને હવે ચૈત્ર મહિનાના વદ પક્ષમાં આ બનાવો ઉપર અંકુશ આવે તેવી આશા દેખાઇ રહી છે.
આજે બુધવારે અમરેલીમાં કૈલાશ મુક્તિધામ ખાતે કોરોનાના 11 દર્દી તથા ગાયત્રી મોક્ષધામ ખાતે કોરોનાનાં 8 અને 6 અન્ય મળી 14 તથા કબ્રસ્તાનમાં બે અંતિમ વિધી મળી કુલ 27 લોકોના અંતિમ સંસ્કાર અમરેલીની જમીન ઉપર થયા છે આમા અમરેલી શહેરના કોરોનાની સારવાર લેતા 6 અને અન્ય 8 મળી 14 લોકો અમરેલી શહેરના છે કબ્રસ્તાનમાં 2 તથા અન્ય બિમારીને કારણે કે કુદરતી મૃત્યુ પામેલા 6 ઉપરાંત કોરોનાની સારવાર લઇ રહેલા બટારવાડીના 42 વર્ષના પુરૂષ, લાઠી રોડ પ્રમુખસ્વામી નગરના 69 વર્ષના મહિલા, માણેકપરાના 66 વર્ષના મહિલા તથા 73 વર્ષના મહિલા, બ્રાહ્મણ સોસાયટીના 33 વર્ષના યુવક અને લીલીયા રોડ શ્યામનગરના 52 વર્ષના પુરૂષનો સમાવેશ થાય છે આમા બ્રાહ્મણ સોસાયટીમાં મૃત્યુ પામનાર 33 વર્ષના યુવકના પિતાજીનું 8 દિવસ પહેલા જ મૃત્યુ થયુ હતુ એક જ અઠવાડીયામાં પરિવારના બે મોભી ઉપડી ગયા છે.
અમરેલી શહેર સિવાય ધારીના મીઠાપુર ગામના 85 વર્ષના પુરૂષ, બાબરાના ચરખા ગામના 62 વર્ષના મહિલા, બાબરાના મોટા દેવળીયાના 41 વર્ષના મહિલા અને 53 વર્ષના પુરૂષ, સરંભડાના 80 વર્ષના પુરૂષ, જાફરાબાદના ઘેંસપુર ગામના 75 વર્ષના પુરૂષ, અમરેલીના શંભુપરા ગામના 38 વર્ષના યુવક, ઢસા ગામના 97 વર્ષના પુરૂષ, ધારીના લાઇનપરાના 34 વર્ષની યુવતી, ગોંડલના પાટખીલોરી ગામના 60 વર્ષના વૃધ્ધા, ધારીના શિવડ ગામના 45 વર્ષના પુરૂષ, સાવરકુંડલાના 54 વર્ષના પુરૂષ અને હનુમાન ખીજડીયાના 58 વર્ષના પુરૂષ દર્દીનો સમાવેશ છે આમા હનુમાન ખીજડીયામાં તો આજે મૃત્યુ પામેલ પુરૂષના માતાનું પણ બે ત્રણ દિવસ પહેલા જ મૃત્યુ થયાનું જણાવાયુ છે.