અમરેલીમાં ફરી લાંબા સમયે ઘાતક કોરોનાની એન્ટ્રી : બે પોઝિટીવ કેસ

અમરેલી,
મહારાષ્ટ્રમાં માથુ ઉચક્યા બાદ ગુજરાતમાં પણ પગપેસારો થયો છે અને અમરેલીમાં ફરી લાંબા સમયે ઘાતક કોરોનાની એન્ટ્રી થતા બુધવારે બે પોઝિટીવ કેસ આવ્યા છે.આ પોઝિટીવ કેસમાં જાણવા મળતી માહિતી અનુસાર અમરેલીના એક તબીબ અને પરિવારજન સહિત બે હોમઆઇસોલેટ થયા છે કોરોનાને લઇ આરોગ્ય તંત્ર દ્વારા પગલાઓ શરૂ થયા છે.