અમરેલીમાં ફાયરસેફટી મુદ્દે 80 બેન્ક, હોટેલ, દવાખાનાને નોટિસ

  • શહેરમાં ફાયરસેફટી વિકસાવી એનઓસી ન મેળવે તો મિલકત સીલ કરવા તંત્રનું આયોજન
  • દરેક સરકારી કચેરી, બેન્ક, હોટેલ, હોસ્પિટલ, હાઇરાઇઝ બિલ્ડીંગ, શો-રૂમ, મોટા મોલને નોટીસથી તાકિદ કરાઇ : શહેરની 39 બેન્કોને એક સાથે નોટીસો અપાઇ : પાલિકા દ્વારા ચકાસણી કરાશે
  • સાત દિવસમાં નગરપાલિકા પાસેથી એનઓસી મેળવવી પડશે જો તેમ ન થાય તો કડક પગલા
  • સતત બીજા દિવસે પણ નગરપાલિકા દ્વારા શહેરમાં નોટીસોની બજવણી

અમરેલી,

અમરેલીમાં નગરપાલિકા દ્વારા ફાયસેટી મુદ્દે બકો, દવાખાના અને હોટેલોને 80 નોટિસો આપવામાં આવી છે અને વધારે નોટિસો આપવાની કામ ગીરી હજુ પણ દિવસો સુધી ચાલુ રાખવામાં આવશે. ફાયરસેટી ન રાખનારની મિલકતો સીલ થઈ જશે.
રાજકોટમાં બનેલા આગકાંડની ઘટના બાદ પણ અમરેલી શહરેમાં જ્યાં વધુંમાં વધું લોકોની અવરજવર છે તેવા સ્થળોએ પહેલા ફાયસેટીની સુવિધા બાબતે ઘોર બેદરકારી દાખવવામાં આવી રહી છે ત્યારે અમરેલી પાલિકા દ્વારા આવા એકમો સામે કડક કાર્યવાહી કરવાનું શરુ કરાયું છે. આ અંગેની વધુ વિગતો આપતા અમરેલીના ફાયરસેટી ઓફિસર દેસાઈએ જણાવયું કે, અમરેલી પાલિકા દ્વારા શહેરની તમામ બેંકો, હોસ્પિટલો અને હોટેલોને અગ્રતાક્રમ આપીને પહેલા તેની સામે કાર્યવાહી શરુ કરાવમાં આવી છે. આ માટે બકો, દવાખાના અને હોટેલોની યાદી તૈયાર કરવામાં આવી છે અને તેના આધારે નોટિસો આપવાનું શરુ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 80 મિલકતોને નોટિસોની બજવણી કરી દેેવામાં આવી છે અને આ કામગીરી આ જ રીતે કેટલાક દિવસો સુધી ચાલુ રહેશે. શહેરમાં જ્યાં પણ 10 જેટલા લોકો એકઠા થાય છે તેવી તમામ મિલકતોને આવરી લેવામાં આવશે અને નોટિસો આપવામાં આવશે. આથી અત્યારથી જ આવા લોકો ફાયરસેટીની સુવિધા વીકસાવીને નોટિસની કાર્યવાહીથી બચી શકે છે.તમામે નોટિસ મળ્યાના સાત દિવસોમાં પોતાની મિલકતમાં ફાયરસેટીની સુવિધા વિકસાવીને અમરેલી નગરપાલિકા પાસેથી એનઓસી મેળવવી પડશે. જો સમય મર્યાદૃામાં તેઓ એનઓસી નહીં મેળવે તો પાલિકા દ્વારા તેમની મિલકત સીલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.