- એસપીશ્રી નિર્લિપ્ત રાયની સુચના હતી કે જયાં સુધી ગુનેગાર ન પકડાય ત્યા સુધી પરત નહી આવતા : પાંચ રાત અને દિવસ સુધી ક્રાઇમ બ્રાંચના શ્રી કરમટાની ટીમે વગડા ખુંદયા
અમરેલી,
અમરેલીમાં જાહેરમાં ફાયરીંગ કરી દુકાનદારની હત્યાનો પ્રયાસ કરી લોકોમાં ડર પેદા કરનારા ત્રણ શખ્સોને આજે અમરેલીની લોકલ ક્રાઇમ બ્રાંચના શ્રી આરકે કરમટા અને શ્રી મોરીની ટીમે બોટાદ પંથકમાંથી દબોચી લીધા હતા અને આ ત્રણેયની સામે સખ્ત કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આ ઘટનાની વિગતો આપતા ડીવાયએસપીશ્રી જગદિશસિંહ ભંડારીએ જણાવેલ કે આ બનાવની વિગતો એવા પ્રકારની છે કે,અમરેલી શહેરમાં રામજી મંદિર સામેની ગલીમાં દરજીનું કામ કરતા બિપીનભાઈ મનસુખભાઈ જેઠવા (વાંજા), ઉ.વ.52, રહે. અમરેલી મણીનગર, સાંઈબાબાના મંદિરની બાજુમાં, મહાવીર પાર્ક, તા.જિ.અમરેલી ગઇ તા.04/07/2021 નાં રોજ પોતાના પરિવાર સાથે બહારગામ જવા સારૂ સોમનાથ-અમરેલીની એસ.ટી.બસમાં બેસેલ હતા. જે બસનો ડ્રાઇવર રઘુ ભનુભાઇ ધાધલ હતો બસના ડ્રાઇવર, બસ બરોબર ચલાવતા ન હોય, જેથી બિપીનભાઇએ તેઓને ઠપકો આપેલ અને એસ.ટી.ના ઉપરી અધિકારીને ફરીયાદ કરવા કહેતાં, જે ડ્રાઇવર રઘુભાઇને સારૂ નહીં લાગતાં, બિપીનભાઇને ભડાકે દેવાની ધમકી આપેલ હતી. બાદ તા.05/07/2021 ના રોજ રઘુ ધાધલ, તેમના સાગરિતો રાજભા ગોહિલ અને દેવાંગ ગોસ્વામી સાથે ફાયર આર્મ્સ (તમચો) તથા લોખંડનો પાઇપ, જેવા હથિયારો લઇને તા.04/07/2021 ના રોજ થયેલ માથાકુટનો ખાર રાખી, ગુન્હાહિત કાવતરૂ રચી, બિપીનભાઇને જાનથી મારી નાખવાના સમાન ઇરાદે, બિપીનભાઇની અમરેલી શહેરમાં રામજી મંદિર પાસે આવેલ દુકાને જઇ, ગાળો આપી રઘુભાઇએ પોતાની પાસેના તમંચા વડે બિપીનભાઇને જાનથી મારી નાખવાના ઇરાદે બે રાઉન્ડ ફાયરીંગ કરેલ, અને બિપીનભાઇએ રઘુભાઇનો હાથ પકડી લેતા, રાજભાએ બિપીનભાઇના હાથ પર લોખંડનો પાઇપ મારી, બિપીનભાઇને પકડી લેતા, દેવાંગ બાવાજીએ જાનથી મારી નાખવાના ઇરાદે લોખંડનો પાટો બીપીનભાઇને માથામાં મારી, જીવલેણ ઇજાઓ કરી, હથિયાર બંધી જાહેરનામાનો ભંગ કરી, ગુન્હો કરેલ હોય, આ અંગે બિપીનભાઇ મનસુખભાઇ જેઠવા (વાંજા)ની ફરિયાદ પરથી અમરેલી સીટી પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નં.11193003210809/2021, ઇ.પી.કો. કલમ 307, 324, 286, 504, 506(2), 34, 120બી, તથા આર્મ્સ એકટ કલમ 27, 30, 25(1)(એ), 25(1-બી)(એ) તથા જી,પી.એકટ કલમ 135 મુજબનો ગુન્હો તા.05/07/2021 ના રોજ રજી. થયેલ હતો.
અમરેલી પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાયએ અમરેલી શહેરમાં નજીવી માથાકુટનું મનદુ:ખ રાખી, દુકાનદારને જાનથી મારી નાખવાના ઇરાદે ફાયરઆર્મ વડે સરાજાહેર ફાયરીંગ કરી, જીવલેણ ઇજાઓ પહોંચાડી, નાસી જનાર આરોપીઓને પકડી પાડી, તેની સામે ધોરણસર કાર્યવાહી કરવા અમરેલી પોલીસને સુચના અને માર્ગદર્શન આપેલ હતું અને આરોપીઓને પકડી પાડવા અમરેલી એલ.સી.બી, એસ.ઓ.જી. તથા અમરેલી સીટી પો.સ્ટે.ના અધિકારી/કર્મચારીઓની ટીમો બનાવી, સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા.
રઘુ ભનુભાઇ ધાધલ, ઉં.વ.39, રહે.અમરેલી, સત્યનારાયણ સોસાચી, હનુમાનપરા રોડ (2) રાજભા જયમલજી ગોહિલ, ઉં.વ.48, રહે.અમરેલી, ગોકુળધામ હનુમાનપરા રોડ (3) દેવાંગ યશવંતગીરી ગોસ્વામી, ઉં.વ.26, રહે.અમરેલી, સત્યનારાયણ સોસાયટી, હનુમાનપરા રોડ ને બાતમી અને ટેકનીકલ સોર્સની મદદથી એલ.સી.બી. ટીમ દ્વારા બોટાદ જિલ્લાના પાળીયાદ નજીક આવેલ તુરખા ગામની સીમમાંથી પકડી પાડવામાં આવેલ છે.પકડાયેલ આરોપીઓ તથા મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા અમરેલી સીટી પો.સ્ટે.માં સોંપી આપેલ છે. આ ગુન્હો કરવા પાછળનો ખરેખર ઇરાદો શું હતો, ગુન્હો કરવા માટે ફાયરઆર્મ્સ ક્યાંથી, કોની પાસેથી મેળવેલ હતું, આ ગુન્હોમાં અન્ય કેટલા આરોપીઓ સંડોવાયેલ છે. આરોપીઓ ગુન્હો બન્યા પછી ફરાર થઇ ગયેલ હોય, તેઓને ફરાર થવામાં કોણે મદદ કરેલ હતી, કોણે આશ્રય આપેલ હતો વિ. મુદ્દાઓ અંગે આરોપીઓની પુછપરછ હાથ ધરવામાં આવેલ છે.ઉપરોક્ત કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક .નિર્લિપ્ત રાય સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ, ,આર.કે.કરમટા, પો.સ.ઇ. .પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.