અમરેલીમાં ફાયર ફાઇટર સ્ટાફે દિલ ધડક રેસ્ક્યુ કર્યુ

અમરેલી,
અમરેલી શહેરની મધ્યમાં આવેલ નવજીવન હોસ્પિટલ ખાતે કોઈ અસ્થિર મગજનો વ્યક્તિ એક બાથરૂમમાં ફસાઈ જઈ પોતે મરી જવાનો છો તેવું કહી લોકોને ડરાવી એક દરવાજો બંધ કરી અંદરની સાઈડ પુરાઈ ગયેલ હતા જેની ટેલીફોનિક જાણ અમરેલી ફાયર કંટ્રોલરૂમમાં કરતા ફાયર ઓફિસ એચ સી ગઢવીની રાહબારી હેઠળ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને જાણે ફિલ્મી દ્રશ્યો હોસ્પિટલમાં સર્જાયા ખૂબ જ ખંત પૂર્વક સમગ્ર રેસ્ક્યુને પાર પાડી માણસને જીવિત બહાર કાઢી અને હોસ્પિટલ સ્ટાફ અને પરિવારજનોને સુપરત સોંપવામાં આવ્યા હતા.