અમરેલીમાં ફુડ સેફટી તાલીમના નામે ઉઘરાણું : શ્રી અકબરી

અમરેલી,
એક વર્ષથી ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડના કાયદામાં વેપારીઓ પાસેથી રૂા.1 હજાર ઉઘરાવી નાટક કરાતુ હોવાની અને તેને કારણે અમરેલી ડિસ્ટ્રીક્ટ ચેમ્બર ઓફ કોમર્સના મોભી શ્રી ચતુરભાઇ અકબરીએ અમરેલીના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક શ્રી કૌશીક વેકરીયાને વેપારીઓને ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડના કાયદામાં પડતી મુશ્કેલી અંગે રજુઆત કરી હતી.શ્રી ચતુરભાઇએ જણાવેલ કે, હાલ એક વર્ષથી ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડના કાયદામાં વેપારીઓ પાસેથી રૂા.1 હજાર ઉઘરાવીને 40 થી 50 વેપારીઓને ભેગા કરી તાલીમ આપવામાં આવે છે જેમાં જુની પુરાણી તાલીમ આપવામાં આવે છે. દુકાનમાં ચોખ્ખાઇ રાખવી, એક્સપાયરી વાળો માલ લેવો વેચવો નહી આ બધી બાબતોની વેપારીઓને જાણ હોય છે હાલમાં બે એજન્સી અમરેલી જિલ્લામાં કામ કરી રહી છે. અને પૈસા ઉઘરાવી ભેગા કરી રહી હોય તેવુ લાગે છે તેમાં કોઇ સર્ટીફાઇડ એજન્સી વાળા હોય તેવુ લાગતુ નથી.હકીકતમાં કોઇ ધંધો નવો શરૂ કરતુ હોય ત્યારે તાલીમની જરુર હોય છે અથવા તો અપડેટ આવે ત્યારે તાલીમ જરુરી હોય છે એક વખત અપાયેલ તાલીમ ફરી વખત આપી એક હજાર પડાવી લેવાનો મતલબ શું ?તાલીમ વખતે ફુડ ઓફીસમાંથી કોઇ હાજર રહેતુ નથી કલાક લેક્ચર આપી પછી સર્ટી આપવામાં આવે છે આ કાયદો એજન્સી વાળાને કમાણી માટે હોય તેવુ લાગી રહયુ છે વેટ આવ્યા પછી નાના મોટા વેપારીઓને કામગીરી વધી ગઇ છે સરકાર તરફથી નવા નવા કાયદા નાખી વેપારીઓને હેરાન પરેશાન કરવામાં આવે છે આવા કાયદા દુર કરવા અને લાયસન્સ ફી માં પણ રકમ ઓછી કરી આપવા માંગણી અમરેલી ડિસ્ટ્રીક્ટ ચેમ્બર ઓફ કોમર્સના મોભી શ્રી ચતુરભાઇ અકબરીએ કરી .