અમરેલીમાં બાળકનું અપહરણ થયાની રજુઆતને પગલે તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં બાળકને શોધ્યો

અમરેલી,
અમરેલીમાં લાઠી રોડ ઉપર રહેતા જય નિરૂભાઇ સરતેજા ઉ.વ.15 આજે સવારે વલ્લભ હોટલ પાસેથી ગુમ થતા તેમને કોઇ અજાણ્યા શખ્સો ઉઠાવી ગયા હોવાની વિગતો સોશ્યલ મિડીયામાં વાઇરલ થઇ હતી અને તેમના પરિવારજનોએ પોલીસને જાણ કરતા તાલુકા પીએસઆઇ શ્રી પ્રશાંત લક્કડ અને તેમની ટીમે હરકતમાં આવી ગણતરીના કલાકોમાં જ આ બાળકને રાજકોટ રોડ ઉપરથી શોધી કાઢી પરિવાર સાથે સુખદ મીલન કરાવ્યુ હતુ.
પોલીસની પ્રાથમિક પુછપરછ અને તપાસ દરમિયાન સીસીટીવી ફુટેજમાં આ બાળક જાતે જ જતુ હોવાનું દેખાતા અને તેમના નિવેદનમાં પણ તે પોતાની જાતે હોટલેથી નીકળી અને ગયો હોવાનું જણાવતા પોલીસ તંત્રએ રાહતનો દમ લીધો હતો છતા પણ પોલીસે અલગ અલગ સ્થળોએ પોતાની રીતે વિવિધ ટીમોને મોકલી આ ઘટનાના મુળ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે પણ પ્રાથમિક તબક્કે આ બાળક પોતાની મેળે નીકળી ગયો હોવાનું તેણે નિવેદનમાં જણાવ્યુ છે અને સમગ્ર વિસ્તારના ફુટેજમાં પણ બાળકના નિવેદનને સમર્થન મળ્યુ