અમરેલીમાં બીએસએનએલ નિવૃત કર્મચારીઓના ધરણા

અમરેલી,
બીએસએનએલ એમપીએનએલ જોઇન્ટ ફોરમ દ્વારા નિવૃત કર્મચારીના પેન્શન રીવીઝન અંગે ઘટતા પગલા લેવાતા ન હોય આ અંગે ડિસ્ટ્રીક્ટ સેક્રેટરી સભ્યો અને ડિસ્ટ્રીક્ટ સર્કલ કારોબારી સભ્યોની ઉપસ્થિતીમાં તા.1 સોમવારે સવારે 10.30 થી 12.30 સુધી નિવૃત બીએસએનએલના કર્મચારીઓના પેન્શન પ્રશ્ર્ને ધરણા યોજાયા હતા અને કર્મચારીઓએ સુત્રોચ્ચાર કર્યો હતો તેમ અમરેલી ડિસ્ટ્રીક્ટ સેક્રેટરી આશાબેન દવેએ જણાવ્યુ છે. એમટીએનએલનાં 8 એસોસીએશનનાં જોઇન્ટ ફોરમ દ્વારા દેશભરની સાથે ગુજરાતમાં પણ જિલ્લાકક્ષાએ અને રાજ્યમાં અમદાવાદ ઓફીસ ખાતે પેન્શન રીવીઝન માટે ધરણા કરાયા હતા તે મુજબ અમરેલીમાં પણ ધરણા કર્યા હતા. આગામી 21 થી 25 ઓગસ્ટના રોજ જંતર મંતર દિલ્હી ખાતે પણ પાંચ દિવસીય ધરણા યોજાનાર છે તેમ આશાબેન દવેએ જણાવ્યુ