અમરેલી,
કોરોનાના કહેર પછી અમરેલીમાં કોરોનાના શંકાસ્પદ વોર્ડમાં દાખલ કરાયેલા 150 ઉપરાંતના તમામ દર્દીઓના ગામ અને વિસ્તાર સાથે સરકારી ગાઇડલાઇન તથા અખબારની જવાબદારી જાળવી અવધ ટાઇમ્સે રેકોર્ડ બ્રેક રીતે લોકોને આજ સુધી માહિતી આપી છે અને લોકોને સાવચેત રાખ્યા છે પણ હવે કોરોનાનો પ્રથમ પોઝીટીવ કેસ આવતા અને સાથે સાથે જે તે ગામના દર્દીઓને શંકાસ્પદ વોર્ડમાં દાખલ કરાયાના સમાચારો અવધ ટાઇમ્સમાં પ્રસિધ્ધ થતા કોરોનાના શંકાસ્પદ વોર્ડમાં દાખલ કરાયેલ અમારા કોન્ટેકટમાં તો નથી આવ્યો ને ? અમારા ગામનો દર્દી કોણ છે ? ની સતત પૃચ્છા ચાલી હતી જો કે આ તમામ વચ્ચે વધ્ાુ એક રાતહના સમાચાર એ પણ મળ્યા છે કે અમરેલીમાં બુધવારે દાખલ કરાયેલ તમામ દર્દીઓના રિર્પોટ નેગેટીવ આવ્યાં છે.
કોરોનાને અત્યાર સુધી એક પણ કેસ ન આવવાને કારણે હળવાશથી લઇ રહેલા લોકોને અમરેલીમાં કેસ આવતાકોરોનાની ગંભીરતા સમજાઇ છે અને લોકો ભયને કારણે સાવચેતી રાખી રહયા છે અમરેલીના વરૂડી, નાના રાજકોટ, ચિતલ, ફાચરીયા, બોરડી, દુધાળાના તથા ભાવનગર અને રાજકોટ હોસ્પિટલમાં સીધા દાખલ કરાયેલ કોરોનાના શંકાસ્પદ દર્દીના રિર્પોટ નેગેટીવ આવ્યા હોવાનું જાણવા મળેલ છે.