અમરેલીમાં બેકાબૂ બની રહેલો કોરોના : 27 કેસ નોંધાયા

અમરેલી,
અમરેલી જિલ્લામાં કોરોના સંક્રમણ બેકાબૂ થઈ રહ્યું છે અને એક-બે દિવસમાં જ હોસ્પિટલમાં જગ્યા ન રહે તેવી હાલત સર્જાઇ છે આજે મંગળવારે જિલ્લામાં કોરોના ના 27 નવા કેસ નોંધાયા હતા એ સાથે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા 160 થઈ છે તથા 17 દર્દીઓ આજે કોરોના મુક્ત થયા હતા બીજી તરફ આરોગ્યતંત્ર દ્વારા વેક્સિનેશન ની કામગીરી પુરજોશમાં શરૂ કરાઇ છે કારણકે વેક્સિન થી મૃત્યુનો દર નીચો રહી શકશે.