અમરેલી,
અમરેલીમાં તેજસ્વીની વુમન કલબ તથા જિલ્લા આરોગ્ય તંત્રના સંયુકત ઉપક્રમે બેટી વધાવો કાર્યક્રમ હોટલ એન્જલ ખાતે યોજાયો હતો જેમાં જે પરીવારને સંતાન માં એક માત્ર દિકરી હોય તેમનું સન્માન કરાયું હતુ આવા 54 પરીવારો હાજર રહયા હતા જેમને નિલકંઠ જવેલર્સ દ્વારા મોમેન્ટો અને એક પુસ્તક રેડીયોલોજીસ્ટ એસો દ્વારા ચાંદીના સીકકા, શ્રી વિઠલભાઇ બાંભરોલીયા દ્વારા પુત્રીઓને મેડલથી સન્માનીત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં આરોગ્ય તંત્રના સીડીએચઓ શ્રી આરએમ જોષી, બેટી બચાવો વિભાગના નોડલ ઓફીસર શ્રી કણજારીયા, એડવાઇઝરી કમીટીના ચેરમેન જીજે ગજેરા, ઇન્ચાર્જ ચેરમેન રિતેશ સોની, ડો.એસઆર દવે, ડો.હર્ષદ રાઠોડ, ડો.ભાડા, ડો.એચએસ પરમાર, ડો.સ્વાતીબેન વ્યાસ, ડો.દેવ ચોૈહાણ, ડો.રૂપાપરા તેમજ ડો.નીતીનભાઇ ત્રિવેદી, ડો.ગોયાણી, ડો.ગોસાઇ હાજર રહયા હતા શહેરની વિવિધ સેવાકીય સંસ્થાના પ્રતિનિધિ અને લાયન્સ કલબ મેઇનના પ્રમુખ શ્રી કોૈશીકભાઇ, સેક્રેટરી દિવ્યાબેન સોજીત્રા, લાયન્સ સીટીના પ્રમુખ દિવ્યેશભાઇ વેકરીયા, રૂજુલભાઇ ગોંડલીયા, વસંતભાઇ મોવલીયા, લેઉવા પટેલ સમાજ પ્રમુખ દિનેશભાઇ ભુવા, રોહીતભાઇ જીવાણી, ઇનર વિન કલબ પ્રમુખ નયનાબેન આચાર્ય, સેક્રેટરી જાનકીબેન અટારા, ખોડલધામ મહીલા સમીતીના શ્રી સરલાબેન હાજર રહયા હતા.કાર્યક્રમનું સંચાલન ધમીષ્ઠાબેન મહેતાએ કર્યુ હતુ કાર્યક્રમ સફળ બનાવવા તેજસ્વીની કલબ પ્રમુખ આશાબેન દવે, રીતેશભાઇ સોનીએ જહેમત ઉઠાવી હતી આ કાર્યક્રમમાં ડો.જીજે ગજેરાએ તેજસ્વીની વુમન કલબને આગામી કાર્યક્રમો માટે 11 હજારનું ડોનેશન આપ્યું હતુ કાર્યક્રમમાં પુત્ર સમાન દરજજો આપનાર માતા પિતા અને પુત્રીનું સન્માન કરી દષ્ટાંત પુરૂ પાડયું .