અમરેલીમાં બેન્ક હડતાલથી રોજીંદુ 500 કરોડનું કલીરીયન્સ ઠપ્પ

અમરેલી,પગાર વધારા સાથે ની માગણીઓ નહી સ્વીકારાતા અમરેલી શહેર સહીત જીલ્લા ભરની રાષ્ટ્રીય કૃત બેંકોના કર્મચારીઆએ આજથી 3 સિવસની હડતાલ ઉપર ઉતરી જતા અમરેલી શહેરમાં અંદાજે રોજનુ 500 કરોડનું કલીયરીંગ અટકી ગયુ છે સાથો સાથ રોજની 15 થી 20 કરોડની કેશની કામગીરી અટકી જવા પામી છે તેમ બેંક કર્મ ચારી યુનીયના અગ્રણીઓએ જણાવ્યુ હતુ.
આ અંગેની પ્રાપ્ત વિગતી પગાર વધારાાની માંગણી અંગેની વાટાકાટો પડી ભાંગતા દેશ ભરની રાષ્ટ્રીય કૃત બેંકો ના કર્મચારીઓ અને અધિકાારીઓ ના યુનીયનો દ્વારા 3 દિવસની હડતાલ પાડવાનો એલાન આપવામાન આવ્યુ હતુ જેના અંતરગત આ રોજ અમરેલી શહેર સહીત જીલ્લા ભરની રાષ્ટ્રીય કૃત બેંકોના 1200 જેટલા કર્મચારીઓ આજથી હડતાલ ઉપર ઉતરી ગયા છે જેના કારણે રોજનુ 500 કરોડનુ કલીયરીંગ ઠપ્પ થઈ જવા પામ્યુ છે આમ 3 દિવસમાં 1500 કરોડનુ કલીયરીંગ ઠપ્પ થઈ જશે તેમજ અમરેલી શહેરમાં રોજનુ 15 થી 20 કરોડની કેશનો વહીવટ પણ અટકી જશે.આ ઉપરાંત બેંક કર્મચારી આગેવાનો હિતેશભાઈ ખખર, ડી.વી.સરવૈયા, શીંગાળાભાઈ, પીયુષભાઈ શાહ, પી.પી.પલસાણા સહીતના કર્મચારી આગેવાનો ના જણાવ્યા પ્રમાણે દેશ ભરની રાષ્ટ્રીય કૃત બેંકોનુ ખાનગી કરણ કરવામા આવનાર હોય આવનાર છે સાથો સાથ એન.પી.એ. રીકવરીમા સરકારની ઢીલીનીતી તેમજ 2017 માં કર્મચારીના પગાર વધારાની માગણીઓનો અમલ આજ દિન સુધી કરવામાં આવ્યો નથી તેમજ અન્ય માંગણીઓ નહી સ્વીીકારવામાં અમરેલી શહેર સહીત જીલ્લા ભરના બેંક કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરી જતા બેંક ગ્રાહકોને પારાવાર મુશ્કેેલીનો સામનો કરવો પડયો હતો.