અમરેલીમાં બે દિવસ દરમિયાન જુદા જુદા સ્થળોએ આગની ઘટના

અમરેલી,અમરેલી શહેરમાં તા.3/10 ના હિતેન્દ્રભાઇ જોષી દ્વારા સવારે 9:37 કલાકે ફાયર કંટ્રોલ રૂમમાં હઠીલા હનુમાન મંદિર પાસે ઇલે.ટ્રાન્સફોર્મરમાં આગની ઘટના અંગે ફાયર ઓફીસર એચસી ગઢવીને જાણ કરતા ફાયર ટીમના અશોકભાઇ વાળા, જયવંતસિંહ પઢીયાર અને ચિરાગભાઇએ ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો અને મોટી જાનહાની થતી અટકાવી હતી જયારે બીજા બનાવમાં અમરેલી બ્રાહમણ સોસાયટી મધ્ાુવન પાર્ક રેસીડેન્સમાં ઘનશ્યામભાઇના ઘરે એલઇડી ટીવીમાં બ્લાસ્ટ થતા આગની ઘટના બની હતી જેની જાણ ફાયર વિભાગની જાણ થતા ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.