અમરેલી,
અમરેલી જિલ્લામાં કોરોનાનાં દર્દીઓમાં સતત વધારો થઇ રહયો છે જેમ જેમ ધંધા રોજગાર પુરી રીતે શરૂ થઇ રહયા છે અને જિલ્લા બહારથી અવર જવર શરૂ થઇ છે તેની સાથે જ નવા કેસો સામે આવી રહયા છે અમરેલીનાં અવધ રેસીડેન્સીનાં રાજકોટમાં સારવાર લઇ રહેલ વૃધ્ધનું રાજકોટ ખાતે મૃત્યુ નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે અને શુક્રવારે અમરેલી જિલ્લામાં કોરોનાનાં બે પોઝિટિવ કેસ આવ્યા છે અને શાંતાબા ગજેરા હોસ્પિટલમાં કોરોનાનાં શંકાસ્પદ વોર્ડમાં પાંચ શંકાસ્પદ દર્દીઓને દાખલ કરવામાં આવતા જિલ્લામાં કોરોનાનાં પોઝિટિવ કેસની સંખ્યા 20 એ પહોંચી છે અને આજ સુધીમાં અમરેલી શહેરમાં કુલ ત્રણનાં મૃત્યુ થયા છે.
અમરેલીનાં કોરોના પોઝીટીવ યોગેશભાઇ જોષીનું રાજકોટમાં નિધન થયું છે. અમરેલીની અવધ રેસીડેન્સીમાં રહેતા અને કોરોના પોઝીટીવ આવી રાજકોટમાં સારવાર લઇ રહેલા યોગેશભાઇ જોષી (આકાર સ્ટુડીયોવાળા)નું સારવાર દરમિયાન શુક્રવારે રાત્રે નિધન થતાં અમરેલી શહેરમાં કોરોનાથી મૃત્યુનો આંક ત્રણ થયો છે.
ધારીના ભાડેર ગામે તા.9 ના રોજ આવેલા પિતા પુત્રમાંથી પુત્રનો રિર્પોટ પોઝિટિવ આવતા આજે તેમના પિતાના રિર્પોટની પણ રાહ જોવાઇ રહી છે ભાડેરનો આ યુવાન અમદાવાદથી આવેલ હતો.
આ ઉપરાંત બાબરા એસબીઆઇના લોન વિભાગમાં ફરજ બજાવતા અને અમરેલી એસબીઆઇના રીઝીયોનલ કચેરીમાં ફરજ બજાવતા કર્મચારી કોરોના પોઝિટિવ આવત આરોગ્ય તંત્રની દોડધામ વધી છે બાબરામાં તેમના નિવાસ સ્થાન આસપાસના વિસ્તારને કન્ટેનમેન્ટ જાહેર કરાયો છે અને લોન વિભાગમાં આ કર્મચારી પાસે આવેલા દોઢસો જેટલા કોન્ટેકટ ટ્રેસ કરાયાં હોવાનું આરોગ્ય વિભાગના સુત્રએ જણાવ્યું હતુ.
અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલમાં ગુરૂવારે રાતથી શુક્રવાર રાત સુધીમાં અમરેલી શહેરનાં ગજેરાપરા વિસ્તારમાં રહેતા 35 વર્ષના મહિલા તથા કમીગઢમાં તા.11 ના અમદાવાદના નીકોલથી આવેલ 75 વર્ષના વૃધ્ધ અને અમરેલીના કેરીયાચાડના 14 દિવસ પહેલા સુરતથી આવેલ 73 વર્ષના વૃધ્ધા તથા ધારીનાં ડાંગાવદરમાં તા.12 નાં અમદાવાદ નીકોલમાં થઇ આવેલ 52 વર્ષનાં પ્રૌઢ અને ક્રાંકચનાં 52 વર્ષના પ્રૌઢા તથા બાબરાનાં હરભોલે સોસાયટીમાં રહેતા અને તા.26 ના અમદાવાદથી બાબરા આવેલ 55 વર્ષનાં પ્રૌઢનાં સેમ્પલ લઇ ભાવનગર મોકલાયાં છે.