અમરેલીમાં બે પોલીસ ચોકીનું રેન્જ આઇજી શ્રી યાદવ દ્વારા લોકાર્પણ

  • અમરેલીની કોલેજ ચોકી પોલીસ અને પબ્લીકના સુમેળનો સુંદર દાખલો છે : રેન્જ આઇજી શ્રી અશોક કુમાર યાદવ
  • વ્યાજખોરી સામે પગલા,જમીન માફીયાનો હવે વારો : દર પંદર દિવસે સીટની બેઠક
  • અમરેલી જિલ્લા જેલની મુલાકાત લેતા રેન્જ આઇજી : જેલમાં સીસીટીવી કેમેરા લગાવાયા

અમરેલી,
અમરેલીમાં વાર્ષિક ઇન્સપેકશન માટે આવેલા રેન્જ આઇજીશ્રી અશોકકુમાર યાદવના હસ્તે અમરેલીમાં એસપીશ્રી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલ બે પોલીસ ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ આ પ્રસંગે પત્રકારો સાથે વાતચીત કરતા રેન્જ આઇજી શ્રી અશોકકુમાર યાદવે જણાવ્યુ હતુ કે અમરેલીની કોલેજ ચોકી પોલીસ અને પબ્લીકના સુમેળનો સુંદર દાખલો છે લોકોના સહકારથી આ પોલીસ ચોકી બની છે અને પોલીસ લોકો માટે સતત કાર્યશીલ છે.અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી સારી છે જિલ્લામાં ક્રાઇમ કંટ્રોલમાં છે અને ગુનેગારો ઉપર પોલીસની ધાક છે. આમ છતા જો કોઇને તકલીફ હોય તો પોલીસનો સંપર્ક કરે અમરેલી જિલ્લામાં વ્યાજખોરી ઉપર કડક પગલા લેવાયા છે અને અમે લેન્ડ ગ્રેબર્સને છોડવાના નથી જમીન માફીયાઓની સામે કડક કાર્યવાહી માટે મહિનામાં બે વખત સીટની બેઠક બોલાવવામાં આવશે અને જમીન માફીયાઓ સામે પાસા સુધીના કડક પગલાઓ લેવામાં આવશે.
શી યાદવે જણાવ્યુ હતુ કે હજુ કોરોના ગયો નથી લોકો સાવચેત રહે અને સોશ્યલ ડીસ્ટન્સનું પાલન કરે અને ખોટી અફવાથી દુર રહે સરકારની અધિકૃત કામગીરી સિવાયના રસીકરણના સોશ્યલ મિડીયા ઉપર ચાલતા ફ્રોડ સામે લોકો સાવચેત રહે સરકારી તંત્ર સિવાયથી વાતનો લોકો વિશ્ર્વાસ ન કરે અમરેલીમાં આવા દુષણોને ભરી પીવા માટે પોલીસ કટીબધ્ધ છે આવતા બે દિવસ સુધી અમરેલીમાં પોલીસની સેવાને હજુ સુદ્રઢ બનાવવા સમીક્ષા કરાનાર છે.
શ્રી અશોકકુમાર યાદવના હસ્તે શહેરની નાગનાથ પોલીસ ચોકી અને કોલેજ પોલીસ ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ સીટીપીઆઇ શ્રી જે.જે. ચૌધરી, પીએસઆઇશ્રી વી.વી. પંડયા તથા શ્રી એમ.પી. પંડયા, પોલીસ ચોકીના શ્રી ભરતભાઇ એમ. વાળા, હિરેનભાઇ ખેર પૃથ્વીરાજસિંહ પરમાર, આરીફભાઇ ભોજવાણી તથા ભાવીનભાઇ જોષી, બહાદુરભાઇ વાળા સહિતના સ્ટાફે સુંદર આયોજન કર્યુ હતુ આ પ્રસંગે અમરેલીના એસપીશ્રી નિર્લિપ્ત રાય, એએસપી શ્રી અભય સોની (આઇપીએસ), નેત્રમના વડા અને સિનીયર ડીવાયએસપી શ્રી મહાવીરસિંહ રાણા તથા સાવરકુંડલા ડીવાયએસપી શ્રી કે.જે. ચૌધરી, શ્રી આર.ડી. ઓઝા, અમરેલીની લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પીઆઇ શ્રી આર.કે. કરમટા, પીએસઆઇ શ્રી પૃથ્વીપાલસિંહ મોરી, એસઓજીના પીએસઆઇ શ્રી મહેશ મોરી, રૂરલ પીએસઆઇ શ્રી પ્રશાંત લક્કડ, શિતલ આઇસક્રીમ વાળા શ્રી દિનેશભાઇ ભુવા, વિદ્યાસભાના શ્રી હસમુખ પટેલ, અલ્તાફભાઇ મોબાઇલ વાળા સહિતના શહેરના નાગરીકો ઉપસ્થિત રહયા હતા.